For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની કોશિશ નિષ્ફળ, 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાએ અમેરિકાની જેલમાં જ રહેવું પડશે

ભારતની કોશિશ નિષ્ફળ, 26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાએ અમેરિકાની જેલમાં જ રહેવું પડશે

|
Google Oneindia Gujarati News

તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કન્નડાઈ નાગરિક છે જેના પર પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે મળી 2008માં ભારતના મુંબઈમાં આતંકી હુમલાને અંજામ આપવાનો આરોપ છે, તેને ભારત લાવવાની સરકારે ખુબ કોશિશ કરી પરંતુ ફરી એકવાર સરકારને નિષ્ફળતા જ સાંપડી છે. અમેકિતી ડેસમાં હંઝ તહવ્વુર રાણાને ભારત પ્રત્યર્પિત કરવાને લઈ લૉસ એન્જલસની જજે સુનાવણી કરી. ભારત સરકારની અપીલ પર લૉસ એન્જલસમાં મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ જૈકલીન ચુલજિયાનની અદાલતમાં તહવ્વુર રાણાની સુનાવણઈ થઈ હતી. જેમાં જજ જૈકલીન ચુલજિયાને ડિફેંસ એટર્ની અને પ્રોસીક્યૂટર પાસેથી કેટલાંય વધુ કાગળો માંગ્યાં હતાં. જજે 15 જુલાઈ સુધી બધાં કાગળ કોર્ટમાં જમા કરાવવા કહ્યું છે.

પ્રત્યર્પણ પર સુનાવણી

પ્રત્યર્પણ પર સુનાવણી

ભારત સરકારે અમેરિકાની લૉસ એન્જલસની અદાલતમાં તહવ્વુર રાણા વિરુદ્ધ અપીલ દાખલ કરી રાખી છે. જેમાં ભારત સરકાર તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે તહવ્વુર રાણાએ પોતાના બાળપણના મિત્ર ડેવિડ કોલમૈન હેડલી સાથે મળી મુંબઈમાં 2008ના આતંકી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું હતું. તહવ્વુર રાણાએ આતંકી હુમલાને અંજામ આપવા માટે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની મદદ કરી હતી. મુંબઈમાં થયેલ આતંકી હુમલામાં છ અમેરિકન સહિત 166 લોકો મૃત્યુ પામ્યા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.

તહવ્વુર રાણા પર આરોપ

તહવ્વુર રાણા પર આરોપ

ફરિયાદીઓનું કહેવું છે કે તહવ્વુર રાણાના શિકાગોમાં ઈમિગ્રેશન લૉ સેંટર શિકાગોની સાથોસાથ મુંબઈમાં એક સેટેલાઈટ ઑફિસનો ઉપયોગ 2006થી 2008 દરમિયાન આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે કર્યો હતો.જ્યારે તહવ્વુર રાણાના વકીલોએ કહ્યું તેમના ક્લાયન્ટને હેડલીના આતંકવાદી ષડયંત્ર વિશે માલૂમ નહોતું અને તે માત્ર પોતાના બાળપણના મિત્રની મદદ કરવાની કોશિશ કરી રહ્યો હતો. તહવ્વુર રાણાના વકીલોએ અમેરિકી અદાલતમાં દલીલ કરી હતી કે તે રિચર્ડ હેડલીના ઈરાદાથી અજાણ હતો અને તેણે મુંબઈમાં તેના માટે અજાણતામાં ઑફિસ ખોલી હતી. રાણાના વકીલોએ અમેરિકી અદાલતમાં કહ્યું કે રાણાના બાળપણનો મિત્ર રિચર્ડ હેડલી એક નંબરનો સીરિયલ જૂઠો છે અને તેની સામે અમેરિકામાં ડઝનેક કેસ ચાલી રહ્યા છે, આ હિસાબે રાણા સામે જે નિવેદનો આપ્યાં છે, તે અદાલતમાં વિશ્વસનીય માનવામાં ન આવે. રાણાના વકીલોએ કહ્યું કે હેડલીએ રાણાને જણાવ્યા વિના આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે રાણાનો ઉપયોગ કર્યો છે.

હેડલી-રાણાનો સંબંધ

હેડલી-રાણાનો સંબંધ

રિચર્જ કોલમૈન હેડલી અને તહવ્વુર રાણા બાળપણના મિત્રો છે. રિચર્ડ કોલમૈન હેડલી પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરતો હતો. 2008માં ભારતમાં આતંકી હુમલો થયા બાદ ભારત સરકારની તપાસમાં તહવ્વુર રાણાનું નામ સામે આવ્યું હતું અને પછી ભારત સરકારે અમેરિકી સરકારને રાણા વિરુદ્ધ સબૂત મોકલ્યાં હતાં અને એ સબૂતોના આધારે લૉસ એન્જલસથી 10 જૂન 2020ના રોજ રાણાની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે હેડલી પણ પાકિસ્તાની મૂળનો છે અને મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં તે પોતાની સંડોવણી સ્વીકારી ચૂક્યો છે અને તાજનો સાક્ષી બની ગયો છે.તહવ્વુર રાણા વિરુદ્ધ કેટલીય મહત્વની જાણકારી હેડલીએ જ સુરક્ષા એજન્સીઓને સોંપી હતી. અમેરિકાની અદાલતમાં રિચર્ડ હેડલીને ભારતમાં આતંકી હુમલાને અંજામ આપવાના આરોપમાં 35 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. સરકારી સાક્ષી બનવાના કારણે તેને ફાંસીની સજા નથી થઈ.

રાણાને ભારત લાવવા માંગે છે સરકાર

રાણાને ભારત લાવવા માંગે છે સરકાર

ભારત સરકાર તહવ્વુર રાણાને ભારત લાવવા માંગે છે અને અમેરિકી સરકાર પણ આના માટે રાજી છે. અમેરિકી સરકાર તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું કે તહવ્વુર રાણાનું પ્રત્યર્પણ ભારત-અમેરિકા પ્રત્યર્પણ સંધિ અનુસાર છે અને અમેરિકી સરકાર પ્રત્યર્પણ સંધિ મુજબ જ રાણાને ભારત મોકલવા માંગે છે. અમેરિકી સરકારે કોર્ટમાં દલીલ કરી છે કે રાણાના પ્રત્યર્પણ માટે જરૂરી તમામ માપદંડો પૂરા કરવામાં આવ્યા છે, જ્યારે રાણા તરફથી પોતાના બચાવમાં અને ભારત સરકારના સબૂતો વિરુદ્ધ કોઈ સબૂત નથી આપ્યાં.

English summary
extradition hearing: Tahawwur rana remain in US custody
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X