For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક ડ્રોનની મદદથી સૌને ઇન્ટરનેટ પૂરું પાડશે

|
Google Oneindia Gujarati News

સેન ફ્રાંસિસ્કો, 28 એપ્રિલ : ટૂંક સમયમાં જ દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક આપને ડ્રોન વગેરેની મદદથી ઇન્ટરનેટ સુવિધા પુરી પાડશે. ફેસબુકે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું છે અને ટૂંક સમયમાં તે વાસ્તવિકતા બની જશે.

ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગે ફેસબુક પરની એક પોસ્ટમાં જણાવ્યું છે કે અમે એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે કે જે આકાશમાંથી આપને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ પ્રોજેક્ટમાં એરોસ્પેસ એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એક્સપર્ટ્સ, નાસાના જેટ પ્રપલ્શન લેબના પૂર્વ સભ્યો અને અમેસ રિસર્ચ સેન્ટરના અનેક સભ્યો કામ કરશે.

facebook

ઝુકરબર્ગે જણાવ્યું કે ફેસબુક પોતાના નવા પ્રોજેક્ટ કનેક્ટિવિટી લેબમાં ડ્રોન્સ ઉપરાંત સેટેલાઇટ અને લેઝર ટેકનોલોજીની મદદ લેશે. તેનાથી મહત્તમ લોકોને ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાશે. આ માટે ફેસબુક ઇન્ટરનેટ ડોટ ઓઆરજીની સાથે જોડાણ પણ કરશે.

ફેસબુકના આ નવા પ્રોજેક્ટથી એ વિસ્તારોમાં તાત્કાલિક ઇન્ટરનેટ સેવાનો લાભ મળશે, જ્યાં હજી સુધી ઇન્ટરનેટ સેવા પહોંચી નથી. આ માટે ઇન્ટરનેટ વગરના વિસ્તારોમાં ડ્રોન અનેક મહિના સુધી ઉડતા રહેશે અને સેટેલાઇટની મદદથી ઇન્ટરનેટ સેવા પ્રદાન કરશે.

English summary
Facebook will provide internet to everyone via Drone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X