જાધવ અને તેમના પરિવારની મુલકાતમાં વચ્ચે આવ્યો કાચ

Written By:
Subscribe to Oneindia News

પાકિસ્તાનમાં કેદ ભારતીય કુલભૂષણની માતા અને તેમની પત્ની સોમવારે ઇસ્લામાબાદ પહોંચી ગયા હતા. ઇસ્લામાબાદથી ભારતના ડેપ્યુટી કમિશનર જે.પી.સિંહ તેમની સાથે રહ્યા હતા. જાધવ અને તેના પરિવારની મુલાકાત પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં યોજાઇ હતી. કુલભૂષણ જાધવ છેલ્લા 22 મહિનાથી પાકિસ્તાનની જેલમાં બંધક છે. સોમવારે જ્યારે તેના પરિવાર સાથે તેની મુલાકાત કરાવવામાં આવી ત્યારે 22 મહિના બાદની તેની તસવીરો સામે આવી છે. આ મુલાકાતમાં કુલભૂષણ તેની માતા અને પત્નીને જઈ શકતા હતા. અવાજ પણ સાંભળી શકતા હતા, પરંતુ અડી નહોતા શકતા..

Pakistan

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં બંધક બન્યા બાદ પહેલી વખત તેમની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરમાં જોઇ શકાય છે કે, કુલભૂષણને એક રૂમમાં રાખવામાં આવ્યા છે અને તેમની માતા અને પત્નીને બીજા રૂમમાં રાખવામાં આવ્યા છે. તેમની વચ્ચે એક પારદર્શક કાચ રાખવામાં આવ્યો છે. તેઓ એ રૂમમાંથી એક બીજાને જોઈ શકતા હતા અને ફોન દ્વારા વાત પણ કરી શકતા હતા. આ સમગ્ર મુસાફરી દરમિયાન જે.પી.સિંહ તેમની સાથે હતા. તેમની આ મુલાકાત પહેલા ભારતે પાકિસ્તાન સામે ત્રણ શરતો મુકી હતી, જેનો પાકિસ્તાને સ્વીકાર કર્યો હતો. એ બાદ જ ભારતે તેમની આ મુલાકાત પર મોહર મારી હતી. એ શરતમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે, જાધવનો પરિવાર પાકિસ્તાનમાં હોય ત્યારે તેમની માતા અને પત્ની સાથે કોઈ પણ પ્રકારની પુછપરછ કરવામાં નહી આવે.

India
English summary
Family Meets Kulbhushan Jadhav after 22 Months After Detention, Sits Across Glass Partition

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.