For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈઝરાયેલમાં ઓમિક્રૉનથી પહેલુ મોત, પીએમે 60થી વધુ ઉંમરના લોકો માટે કર્યુ ચોથા ડોઝનુ એલાન

ઈઝરાયેલમાં પણ ઓમિક્રૉન વેરઅંટથી પહેલો મોતનો કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

જેરુસલેમઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનનુ જોખમ સતત વધી રહ્યુ છે. ઈઝરાયેલમાં પણ ઓમિક્રૉન વેરઅંટથી પહેલો મોતનો કેસ સામે આવ્યો છે. દેશમાં ઓમિક્રૉન વેરિઅંટથી મોતનો પહેલા કેસની માહિતી સામે આવી છે. રિપોર્ટ મુજબ દર્દી પહેલેથી ઘણી બિમારીઓ સામે ઝઝૂમી રહ્યો હતો. સોરોકા મેડિકલ સેન્ટર તરફથી કહેવામાં આવ્યુ છે કે મૃત દર્દીની ઉંમર લગભગ 60 વર્ષ હતી અને તેને બે સપ્તાહ પહેલા ભરતી કરવામાં આવ્યો હતો. હૉસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દર્દીનો પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો જે બાદ તેને ડીએનએ એનાલિસિસ માટે મોકલવામાં આવ્યો.

omicron

ઈઝરાયેલ મીડિયાએ આ સમાચારને રિપોર્ટ કરીને કહ્યુ છે કે દર્દીને કોરોના વેક્સીનનો ડોઝ લાગી ચૂક્યો હતો. આ પહેલા મંગળવારે આરોગ્ય મંત્રાલયે કહ્યુ હતુ કે ઈઝરાયેલમમાં ઓમિક્રૉન વેરિઅંટના 340 કેસ છે. ઈઝરાયેલની સરકારે પહેલેથી જ સરકારી હૉસ્પિટલોમાં કર્મચારીઓની ઉપસ્થિતિને 50 ટકા કરી દીધી છે. સંરક્ષણ મંત્રીએ નિર્દેશ આપ્યા છે કે તે દેશમાં કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહે. તેમણે કહ્યુ કે દેશમાં જો રોજ 5000 કેસ આવે તો તે રીતે પોતાની તૈયારી રાખે.

વળી, ઓમિક્રૉનથી વરિષ્ઠ નાગરિકોને સુરક્ષા આપવા માટે ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ કોવિડ વેક્સીનનો ચોથો ડોઝ લગાવવાની વાત કહી છે જેનાથી લોકોને ઝડપથી ફેલાતા ઓમિક્રૉન વેરિઅંટથી સુરક્ષા મળી શકે. પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે કહ્યુ કે ઈઝરાયેલના નાગરિક દુનિયામાં પહેલા એવા નાગરિક છે જેમને વેક્સીનનો ત્રીજો ડોઝ મળ્યો છે. અમે આગળ પણ ચોથો ડોઝ આપવાનુ ચાલુ રાખીશુ.

English summary
First demise due to omicron variant in Israel PM announces fourth jab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X