For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જર્મનીમાં પૂરે સર્જી તારાજી, જૂઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ હાલના દિવસોમાં મોસમના કારણે ઘણા વિકસિત દેશ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે, જ્યાં અમેરિકામાં હજુ થોડા સમય પહેલા જ ટોરનેડો તુફાને વ્યાપક માત્રામાં તબાહી મચાવી હતી, ત્યાં જર્મનીમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઉદ્દભવી છે. પસાઉ, પિરના અને લૂજેક નાડ ટાવો જેવા શહેરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

પૂરગ્રસ્ત ક્ષેત્રનો પ્રવાસ કરવા માટે જર્મન ચાન્સેલર એન્જેલા મોર્કેલ પણ આવ્યા, તેમણે રાહતકર્મીઓ દ્વારા કરવામાં આવી રહેલા બચાવ કાર્યોની મુલાકાત લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદના કારણે દક્ષિણ જર્મની સ્થિત ત્રણ નદીઓમાં પાણીનું પ્રમાણ વધી જવાના કારણે મુખ્ય શહેરોની ગલીઓમાં પાણી ભરાઇ ગયા છે.

પૂરના કારણે જનજીવન પર તેની વ્યાપક અસર પડી છે, લોકો પોતાના ઘર અને કાર્યલાયના કામો કરી શકતા નથી. એવું પણ કહેવામાં આવે છે કે, જર્મનીમાં આવેલું આ પૂર અત્યારસુધીનું સૌથી ભયાનક પૂર છે.

પસાઉ

પસાઉ

જર્મનીના પસાઉમાં આવેલા ભયંકર પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. પૂરગ્રસ્ત એક ક્ષેત્રમાં પોતાના ઘરની બારીમાંથી બહાર જોઇ રહેલી એક મહિલા, કહેવામા આવે છે કે, ત્રણ નદીઓમાં પાણીનું પ્રમાણ વધવાના કારણે આ પૂર આવ્યું છે.

ગ્રિમા

ગ્રિમા

પાણીમાં ફસાયેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડી રહેલા બચાવકર્મીઓ.

લૂજેક નાડ ટાવો

લૂજેક નાડ ટાવો

પૈરાગુએના 40 કિમી ઉત્તરમાં સ્થિત લૂજેક નાડ ટાવોમાં નદીનું પાણી ફરી વળતા આસપાસના ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે.

પસાઉ

પસાઉ

પસાઉ ક્ષેત્રનું એક દ્રશ્ય.

પિરના

પિરના

પૂર પ્રભાવિત ક્ષેત્રની મુલાકાત કરવા માટે આવેલા જર્મન ચાન્સેલર એન્જેલા મોર્કેલે પણ રાહતકર્મીઓ દ્વારા કરવામાં આવી રહેલા બચાવ કાર્યોની ચકાસણી કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, વધુ વરસાદ થવાના કારણે દક્ષિણી જર્મનીમાં સ્થિત ત્રણ નદીઓમાં પાણીનું પ્રમાણ વધી ગયું છે.

દક્ષિણી જર્મની

દક્ષિણી જર્મની

પૂરનું પાણી જર્મનીમાં પોતાના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી ગયુ છે. એટલે સુધી કે પાણી શહેરની ગલીઓમાં ભરાઇ ગયું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જર્મનીનું આ અત્યારસુધીનું સૌથી ભયાનક પૂર છે.

English summary
Many parts in the world are facing flood like situation. Here are the pictures of flood efected cities of Germany.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X