નેપાળમાં પૂર: 43 લોકોની મૌત, 20 ઘાયલ, 24 લાપતા
ભારે વરસાદ અને પૂરને લીધે નેપાળના લોકો તીવ્ર દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે. પૂરને કારણે 43 લોકો માર્યા ગયા છે.
ભારે વરસાદ અને પૂરને લીધે નેપાળના લોકો તીવ્ર દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે. પૂરને કારણે 43 લોકો માર્યા ગયા છે. તે જ સમયે, 24 લોકો હજી ગુમ છે, જ્યારે 20 લોકો પૂરમાં ઇજાગ્રસ્ત થયા છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે સતત લોકોના જીવન પર સંકટ તોળાઈ રહ્યું છે. લોકોને સલામત સ્થળે લાવવા માટે સતત રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર ફક્ત સિમરા જીલ્લામાં જ 24 કલાકમાં 31 સેન્ટિમીટર પાણી વરસી ચૂક્યું છે.

બીજી બાજુ, નેપાળમાં પૂરને કારણે ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે, લોકોનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરોને જોડતા હાઇવે પર ટ્રાફિક ગંભીર રીતે પ્રભાવિત છે, ઘણી નદીઓના પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે. હવામાનશાસ્ત્ર વિભાગના જણાવ્યા મુજબ આગામી સમયમાં વધુ વરસાદ થવાની સંભાવના છે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી ઝડપી થઈ રહી છે. આ પૂરથી છ હજાર લોકો પ્રભાવિત થયા છે.
#UPDATE Nepal Police: 43 people dead, 24 missing, & 20 injured due to flooding and landslide in the country, following incessant rainfall. pic.twitter.com/S4gtQGUjJA
— ANI (@ANI) July 14, 2019
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
