For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-અમેરિકા સંબંધો પર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ - 'મિત્ર પસંદ કરી શકીએ, પડોશી નહિ...'

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ સપ્તાહે સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન(યુએસ): કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આ સપ્તાહે સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે છે. શુક્રવાર(22 એપ્રિલ) નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતની ભૂગોળના સંદર્ભમાં ભારત અને અમેરિકી સંબંધો પર ચર્ચા કરી. આ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યુ, 'એક દોસ્તને નબળો ન પાડી શકાય.' નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ, 'તમે પોતાના મિત્ર પસંદ કરી શકો છો પરંતુ પડોશી નહિ.' આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણને યુક્રેન યુદ્ધને લઈને વૈશ્વિક પ્રતિબંધોનો સામનો કરી રહીલ રશિયા પાસેથી ભારત દ્વારા હથિયારો અને ક્રૂડ ઓઈલની ખરીદી સાથે જોડાયેલા સવાલો પણ કરવામાં આવ્યા.

'એક દોસ્તને કોઈ પણ કારણે નબળો ન કરી શકાય...'

'એક દોસ્તને કોઈ પણ કારણે નબળો ન કરી શકાય...'

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા ટ્વિટ કરાયેલ એક વીડિયોમાં એક સવાલનો જવાબ આપીને નાણામંત્રી નિર્મલા સીતારમણ કહે છે, 'અમેરિકા સાથે સંબંધોની દરેક સુધારણા, એક માન્યતા છે કે તે એક દોસ્ત છે પરંતુ દોસ્તની ભૌગોલિક સ્થિતિ છે. એ તેમણે સમજવુ પડશે અને એક દોસ્તને કોઈ પણ કારણે નબળો ના પાડી શકાય. અમારી ભૌગોલિક સ્થિતિને સમજવી પડશે. ઉત્તર સીમાઓ તણાવમાં છે...પશ્ચિમ સીમાઓ પર અડચણો છે...અને ત્યાં અફઘાનિસ્તાન છે...આ છે એવુ નથી કે ભારત પાસે સ્થાનાંતરિક કરવાનો વિકલ્પ છે.'

'તમે પોતાનો પડોશી ન પસંદ કરી શકો, દોસ્ત પસંદ કરી શકો છો...'

'તમે પોતાનો પડોશી ન પસંદ કરી શકો, દોસ્ત પસંદ કરી શકો છો...'

પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના દિગ્ગજનેતા અટલ બિહારી બાજપેયીનો ઉલ્લેખ કરીને નિર્મલા સીતારમણે કહ્યુ, 'તમે પોતાના દોસ્ત પસંદ કરી શકો છે. તમારા પડોશી એ જ છે તમારી પાસે છે. જો અમેરિકા એક દોસ્ત ઈચ્છતુ હોય તો એ નહિ ઈચ્છે કે એક નબળો દોસ્ત મળે. માટે અમે નિર્ણય લઈ રહ્યા છે કારણકે ભૌગોલિક સ્થાનને જોતા અમારે એ જાણવાની જરુર છે કે અમે ક્યાં છે.'

'લોકો જાણે છે કે ભારત-અમેરિકાના સંબંધો ગાઢ છે...'

'લોકો જાણે છે કે ભારત-અમેરિકાના સંબંધો ગાઢ છે...'

નિર્મલા સીતારમણે કહ્યુ, 'એક સમજ છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે ભારતના સંબંધો વાસ્તવમાં આગળ વધી રહ્યા છે. આ વધુ ગાઢ બન્યા છે. આના પર સવાલ ઉઠાવનાર કોઈ નથી. પરંતુ એક સમજ એ પણ છે કે માત્ર રશિયા પર ભારત રક્ષા ઉપકરણોના વારસા માટે નિર્ભર નથી. ભારત અને રશિયાના ઘણા દશકોથી વધુ જૂના સંબંધો છે. અને જો કંઈ પણ હોય, તો હું થોડા વિશ્વાસ સાથે કહી શકુ છુ કે એક સકારાત્મક સમજ છે. આ એક નકારાત્મક સમજ નથી.'

English summary
FM Nirmala Sitharaman on India-US ties Says you can choose your friend not neighbour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X