For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્બ્સ લીસ્ટ મુજબ આ છે ભારતના સાત ઉદાર વ્યક્તિઓ!

|
Google Oneindia Gujarati News

દુનિયાના જાણીતા અમેરિકન મેગેઝિન ફોર્બ્સે એશિયાના સૌથી ઉદાર બિઝનેસમેનનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં સાત ભારતીયો સ્થાન મળ્યું છે અને સાથે જ આ તમામ લોકોએ ભારતીયોનું ગૌરવ પણ વધાર્યું છે.

વધુમાં આ લિસ્ટના ટોપ પર પણ પણ કેરળના જાણીતા બિઝનેસમેન સની વાર્કે ટોપ પર છે. જે ભારત માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય. આ ઉપરાંત એશિયા પૈસેફિકના 13 દેશોના અરબપતિઓના નામ પણ આ લિસ્ટમાં છે.

સની હાલ તો દુબઇમાં છે અને તેમણે 14 દેશોમાં 70 પ્રાઇવેટ સ્કૂલોની ચેન જીઇએમએસ એજ્યકેશન ખોલી છે. સની તેના ફાઉન્ડર છે. ત્યારે અન્ય કયા ભારતીય બિઝનેસમેનનું નામ આ ઉદાર બિઝનેસમેનના લિસ્ટમાં તે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

સની વાર્કે

સની વાર્કે

કેરળમાં જન્મેલા સની બિલ ગેટેસ અને વોરેન બફે ની સંસ્થા ગિવિંગ પ્લેઝ એનીશિએટીવ દ્વારા 2.25 બિલિયન ડોલરની પોતાની સંપત્તિને દાન કરી ચૂક્યા છે.

સેનાપતિ ગોપાલકૃષ્ણન

સેનાપતિ ગોપાલકૃષ્ણન

સેનાપતિ ગોપાલકૃષ્ણનને મોટાભાગે લોકો કૃષ ગોપલકૃષ્ણનના નામે જાણે છે. કૃષ ઇન્ફોસિસના કો ફાઉન્ડર છે. કૃષ બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સના બ્રેન રિસર્ચ સેન્ટરને અત્યાર સુધીમાં 225 કરોડની મદદ કરી ચૂક્યા છે.

નંદન નીલેકણી

નંદન નીલેકણી

નંદન પણ ઇન્ફોસિસના કોફાઉન્ડર છે. નંદન અને તેમની પત્નીએ અત્યાર સુધીમાં 350 કરોડ રૂપિયા દાન કર્યા છે. વળી તેમની પત્ની રોહનીએ દર વર્ષે 20 કરોડ રૂપિયા દાન કરવાનો નિર્ણય કર્યો છે.

એસડી શિબૂલાલ

એસડી શિબૂલાલ

ઇન્ફોસિસના અન્ય એક કો ફાઉન્ડર 60 વર્ષીય શિબૂલાલ આઠ મિલિયન ડોલર બે ફાઉન્ડેશનને દાન કરી ચૂક્યા છે. આ બન્ને ફાઉન્ડેશન બાળકોની હાર્ટ સર્જરી અને પેન્સન જેવી સમસ્યાઓ માટે કામ કરે છે.

રોહન મૂર્તિ

રોહન મૂર્તિ

નારાયણ મૂર્તિના પુત્ર રોહને પણ 5.2 મિલિયન ડોલરની રકમ હાર્વર્ડ યુનિવર્સીટીને દાન કરી છે. જે ભારતની સાહિત્યિક વિરાસતને પ્રમોટ કરવા માટે કામ કરે છે.

સુરેશ અને મહેશ રામકૃષ્ણન

સુરેશ અને મહેશ રામકૃષ્ણન

લંડનના જાણીતા બ્રાન્ડ વ્હિટકોમ્બ એન્ડ શૈફ્ટ્સબરી ટેલર્સના માલિક સુરેશ અને મહેશ રામકૃષ્ણન ત્રણ મિલિયન ડોલરની રકમ દાન કરી છે. જેનાથી ભારતના લગભગ 4,000 લોકોને ટેલરિંગ માસ્ટર બન્યા છે.

English summary
Forbes list of Asias heroes of philanthropy features seven Indians. Kerala born entrepreneur Sunny Varkey tops the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X