પૂર્વ મિસ વેનેજુએલા મોનિકા સ્પીયર અને તેમના બ્રિતાની પતિ થોમસ બેરીની વેનેજુએલામાં તેમની જ કારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ હુમલામાં તેમની પાંચ વર્ષની પૂત્રી ઇજાગ્રસ્ત થઇ ગઇ. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટર્સ અનુસાર તેની સ્થિતિ સ્થિર છે. પોલીસે હત્યાકાંડની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના વેલેંસિયાથી પર્યૂતો કાબેલો જતા રસ્તા પર ઘટી છે. મોનિકા સ્પીયરે 2004માં મિસ વેનેજુએલા ખિતાબ જીત્યો હતો. તેમણે કેટલીક સીરિયલ્સમાં કામ કર્યુ હતુ. પોલીસનું માનવું છે કે, બન્ને લૂંટના અસફળ પ્રયાસનો શિકાર બન્યા.
વેનેજુએલાની શોધ પોલીસના પ્રમુખ જોસ ગ્રેગૈરિયો સેરિલટાએ કહ્યું કે સ્પીયર અને તેમના પતિ રાત્રે મેરિડા શહેરની રાજધાની કારકસ જઇ રહ્યાં હતા. આ દરમિયાન તેમની કાર કોઇ ધારદાર વસ્તુની ઝપેટમાં આવી ગઇ. તેનાથી તેમની કાર પંક્ચર થઇ ગઇ. આ દંપતિ અને તેમની પુત્રીએ 45 મીનિટ સુધી બ્રેકડાઉન સહાયતાની રાહ જોઇ. જ્યારે તેમની કારને ત્યાંથી લઇ જવામાં આવી રહી હતી, ત્યારે પાંચ લોકોના એક સમૂહએ તેમને રોકાવા માટે કહ્યું, ત્યાર બાદ આ દંપતિ અને તેમની પુત્રી કારની પાછળની સીટમાં છૂપાઇ ગયા, પરંતુ આ સમૂહએ તેમના પર ગોળીબાર કર્યો.જેમાં સ્પીયર અને તેમના પતિનું ઘટના સ્થળે જ મૃત્યું નીપજ્યું, જ્યારે તેમની પુત્રીને પગમાં ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.