For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરવેઝ મુશર્રફની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 19 એપ્રિલ: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની ધરપકડ કરવામાં આવી છે. જિઓ ટીવીના હવાલેથી આ સમાચાર મળી રહ્યાં છે કે પરવેઝ મુશર્રફની ધરપકડ કરવામાં આવી છે. પરવેઝ મુશર્રફની ફાર્મહાઉસથી ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ તેમને પોતાના જ ફાર્મહાઉસમાં જ નજરકેદ કરવામાં આવશે અને બે દિવસના ટ્રાંજિડ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ગુરૂવારે આક્રમક ન્યાયપાલિકા અને શક્તિશાળી સેના વચ્ચે ટકારાવની નવી સ્થિતી તે સમયે પેદા થઇ જ્યારે એક કોર્ટે વર્ષ 2007માં ઇમરજન્સી દરમિયાન 60 ન્યાયાધીશોની બરતરફીના મુદ્દે પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફની તાત્કાલિક ધરપકડના આદેશ આપ્યા. ધરપકડના આદેશ આપતાં જ પરવેઝ મુશર્રફ નાટકીય અંદાજમાં કોર્ટ પરિસરમાંથી ભાગી નિકળ્યા હતા. તેમના વકિલ ઇસ્લામાબાદ હાઇકોર્ટ તરફથી આપેલા ધરપકડના આદેશ વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં આવતીકાલે અપીલ દાખલ કરવામાં નિષ્ફળ રહ્યાં હતા.

pervez-musharraf

વર્ષ 2007માં ન્યાયાધીશોની ધરપકડના મુદ્દે ઇસ્લામાબાદ હાઈ કોર્ટમાં ગત અઠવાડિયે આત્મસમર્પણ કર્યું હતું ત્યારબાદ હાઇકોર્ટે તેમને છ દિવસના કામચલાઉ જામીન આપ્યા હતા. આ કોર્ટે આ પહેલાં તેમને ભાગેડું જાહેર કર્યા હત. સુનાવણી દરમિયાન ડેપ્યુટી એટોર્ની જનરલ તારિક મોહંમદ જહાંગીરે કોર્ટમાં જણાવ્યું હતું કે પરવેઝ મુશર્રફને એ શરતે જામીન આપ્યા હતા કે આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારીઓને સહયોગ કરશે.

પરવેઝ મુશર્રફ વિરૂદ્ધ કેસ ઓગષ્ટ 2009માં એક વકિલ ચૌધરી મોહંમદ અસલમ ધુમ્મન દ્રારા દાખલ કરવામાં આવ્યો હતો એક પ્રાથમિકી પર આધારિત છે. ધુમ્મને પોલીસને કહ્યું હતું કે ત્રણ નવેમ્બર 2007ના રોજ ઇમરજન્સી લગાવવા અને ત્યાર બાદ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ઇફ્તેખાર ચૌધરી સહિત 60 ન્યાયાધીશોને ધરપકડમાં રાખવા બદલ પરવેઝ મુશર્રફ વિરૂદ્ધ કેસ ચલાવવામાં આવ્યો હતો.

English summary
Pervez Musharraf was on Friday granted two days transit remand shortly after he was arrested from his Chak Shahzad farmhouse and produced before the Judicial Magistrate Muhammad Abbas Shah’s court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X