For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિંજો આબેને ગોળી મારનાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ, પોલિસે જપ્ત કર્યુ હથિયાર

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને ગોળી મારી દેવામાં આવી છે. ગોળી મારનારની ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને ગોળી મારી દેવામાં આવી છે. જ્યારે તેઓ ચૂંટણી ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને એક અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી હતી. પોલિસે જણાવ્યુ કે તેઓએ 41 વર્ષીય તેત્સુયા યામાગામીની અટકાયત કરી છે. યામાગામીને સ્થળ પર સુરક્ષાકર્મીઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. શિંજો આબેને જ્યાં ગોળી મારવામાં આવી હતી તે સ્થળેથી પોલિસે એક બંદૂક પણ જપ્ત કરી છે. અહેવાલ મુજબ શિંજો આબેને શોટગન વડે પાછળથી ગોળી મારવામાં આવી હતી.

japan

અધિકારીઓએ જણાવ્યુ કે આબેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ફાયર વિભાગ તરફથી કહેવામાં આવ્યુ છે કે આબે અત્યારે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા નથી. તમને જણાવી દઈએ કે આબે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા. તે દરમિયાન ભાષણ દરમિયાન કોઈએ તેમને ગોળી મારી દીધી હતી. એનએચકેના એક રિપોર્ટરે અહેવાલ આપ્યો કે ગોળી માર્યા બાદ આબેના શરીરમાંથી લોહી વહેતુ હતુ. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તેણે બે વાર અવાજ સાંભળ્યો હતો જે બંદૂકમાંથી ગોળી વાગવા જેવો હતો. આ ઘટના નારા શહેરના યમાતોસાઈદાજીમાં બની હતી.

સ્થાનિક મીડિયા મુજબ શિંજો આબેની હાલત ખૂબ જ ગંભીર છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે જ્યારે આબે ભાષણ આપી રહ્યા હતા ત્યારે પાછળથી ગોળીઓનો અવાજ આવે છે અને ધુમાડો નીકળે છે અને શિંજો આબે જમીન પર પડી જાય છે. ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ છે. મળતી માહિતી મુજબ હુમલાખોરે લગભગ 15-20 ફૂટ દૂરથી ફાયરિંગ કર્યુ હતુ.

લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે આબેને છાતીમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આબેને નારા મેડિકલ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર તેમની હાલત ખૂબ જ ગંભીર છે. તમને જણાવી દઈએ કે આબે જાપાનમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન છે. તેમણે 2006થી 2007 અને પછી 2012થી 2020 સુધી વડા પ્રધાન તરીકે સેવા આપી હતી અને સ્વાસ્થ્યના કારણોસર વડા પ્રધાન પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ.

English summary
Former PM Of Japan Shinzo Abe shot a suspect arrested and a weapon recovered.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X