For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની પરિવાર સાથે યુએઈ પહોંચ્યા!

અમેરિકી દળો પરત ફર્યાના અઠવાડિયામાં જ તાલિબાને ફરી એકવાર અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો. 15 ઓગસ્ટ, જ્યારે ભારત સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યું હતું, તે જ સમયે કાબુલમાં તાલિબાન સત્તા કબજે કરવા આગળ વધી રહ્યું હતું.

|
Google Oneindia Gujarati News

અમેરિકી સેનાએ તાલિબાન છોડ્યા બાદ તાલિબાનીઓએ કબ્જો કરી હવે અફઘાનિસ્તાનને તબાહ કરવાનું શરૂ કરી દીધુ છે, બીજી તરફ અફઘાની નાગરિકોને ભગવાન ભરોસે છોડી દેશના રાષ્ટ્રપતિ અસરફ ગની યુએઈ પહોચ્યા છે અને સ્વાગતનો આનંદ લઈ રહ્યા છે.

Ashraf Ghani

અમેરિકી દળો પરત ફર્યાના અઠવાડિયામાં જ તાલિબાને ફરી એકવાર અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો. 15 ઓગસ્ટ, જ્યારે ભારત સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યું હતું, તે જ સમયે કાબુલમાં તાલિબાન સત્તા કબજે કરવા આગળ વધી રહ્યું હતું. રાષ્ટ્રીય રાજધાની કાબુલમાં તાલિબાનના પ્રવેશ પહેલા જ તત્કાલીન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પરિવાર સાથે દેશ છોડી દીધો હતો. રિપોર્ટ અનુસાર તે પહેલા પડોશી દેશ તાજિકિસ્તાન પહોંચ્યા અને ત્યાર બાદ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં પહોંચ્યા હોવાની પુષ્ટિ થઈ ગઈ છે.

ઉલ્લેખનિય છે કે હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ સત્તા સ્થાપવાની જાહેરાત કરી દીધી છે. એક તરફ પાકિસ્તાન, ચીન, રશિયા સહિતના દેશો અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પક્ષમાં બોલી રહ્યા છે. તો બીજી તરફ અફઘાન નાગરિકો દેશ છોડવા માટે વિમાન સાથે લટકી રહ્યા છે. ત્યારે હવે રાષ્ટ્રપતિ અસરફ ગનીનું યુએઈમાં સ્વાગત થઈ રહ્યુ હોવાના સમાચાર સામે આવ્યા છે.

English summary
Former President of Afghanistan Ashraf Ghani arrives in UAE with his family!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X