• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

USના શટડાઉન પાછળ છે આ ચાર ચહેરાની ચાલબાજી

|
Google Oneindia Gujarati News

અમેરિકામાં આર્થિક બજેટ મંજુરીના મુદ્દે અટક્યું હોવાથી અમેરિકા પર આર્થિક સંકટના વાદળો ધેરાયા છે. આ કારણે યુએસમાં શટડાઉનનું એલાન કરી દેવામાં આવ્યું છે. સંસદમાં સરકારી ખર્ચનું બજેટ પાસ નહીં થવાના કારણે સરકારી ઓફીસેને તાળા મારવાની સ્થિતિ સર્જાઇ છે. માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે. શટડાઉન હેઠળ ઘણા વિભાગો બંધ કરવા પડ્યા છે. લગભગ સાત લાખ કર્મચારીઓને વગર વેતને રજા પર મોકલી દેવામાં આવ્યા છે.

આ માટે રાષ્ટ્રપતિ બરાક ઓબામાના મહતાવકાંક્ષી હેલ્થકેર કાયદો જેને ઓબામાકેર કહેવાય છે તેને જવાબદાર માનવામાં આવે છે કારણ કે આ જ મુદ્દે વિરોધ પક્ષ રિપબ્લિકન પાર્ટીએ તેને અસ્વીકાર્ય ગણાવીને માંગ કરતા જણાવ્યું છે કે આ કાયદાને પરત લેવામાં આવે અથવા આની પર થનારા ખર્ચ માટે રૂપિયા ના આપવામાં આવે ત્યારે જ તે સરકારી ખર્ચ માટે બિલ પાસ કરશે.

જો કે આ આર્થિક સંકટના સર્જન પાછળ રાજકીય ખીચડી પકવી રહેલા મુખ્ય ચાર ખેલાડીઓ કોણ છે તે પણ જાણવું રસપ્રદ બની રહેશે...

અમેરિકાનું શટડાઉન

અમેરિકાનું શટડાઉન


અમેરિકાને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે સતત પ્રયત્નો કરી રહેલા રાષ્ટ્રપતિ બરાક ઓબામા સામે બજેટને પાસ કરાવવાનો પડકાર આવીને ઉભો છે. જો બરાક ઓબામા આગામી 18 ઓક્ટોબર સુધીમાં અમેરિકાનું બજેટ પાસ કરાવવામાં સફળ નહીં થાય તો અમેરિકન માર્કેટ અને ઇકોનોમી ધીરે ધીરે ઠપ્પ થવાનું શરૂ થઇ જશે.

બરાક ઓબામા

બરાક ઓબામા


ડેમોક્રેટ, યુએસ પ્રેસિડેન્ટ
ચૂંટણીઓ જતી રહી છતાં બરાક ઓબામાએ પોતાનો મહત્વકાંક્ષી ઓબામાકેર પ્રોગ્રામ ચાલુ રાખ્યો છે. હવે જો આ પ્રોગ્રામને કારણે અમેરિકામાં શટડાઉનની સ્થિતિ આવશે તો તેમણે પોતે કશું જ ગુમાવવાનું રહેશે નહીં. આ સ્થિતિમાં અમેરિકન નાગરિકોનો સાથ બરાક ઓબામા સાથે છે અને અમેરિકન નાગરિકો રિપબ્લિકન પાર્ટીને દોષ આપી રહ્યા છે. આ દ્વારા ઓબામાએ પોતાનું ટ્રમ્પ કાર્ડ રમ્યું છે. જેનો રાજકીય ક્ષેત્રે લાભ તેમને ઘણા વર્ષો સુધી મળતો રહેશે.

હેરી રેઇડ

હેરી રેઇડ


ડેમોક્રેટ, સેનેટ મેજોરિટી લીડર
નેવાડાના આ વરિષ્ઠ સેનેટર ડેમોક્રેટિક પાર્ટીને ઘણે આગળ સુધી લાવ્યા છે. તેમણે વર્તમાન શોડાઉનની સ્થિતિમાં ડેમોક્રેટિક્સ માટે બચાવનો વ્યૂહ ઘડી કાઢ્યો છે. વર્તમાન સમયમાં કેપિટોલ હિલ બેટલમાં લાભ લેવાની સાથે તેઓ કોઇ પણ ડેમોક્રેટિકનું નામ ના આવે તેવી રીતે ગોઠવણ કરી રહ્યા છે

જ્હોન બોહનર

જ્હોન બોહનર


રિપબ્લિકન, સ્પીકર ઓફ ધ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ
ટી પાર્ટી તરીકે ઓળખાતા જમણેરીઓના જૂથના આ શક્તિશાળી નેતા અમેરિકાના રાષ્ટ્રપતિને મનાવવાની કોશિશ કરી રહ્યા છે કે તેમનો મુદ્દો અયોગ્ય નથી અને અમેરિકાની અર્થતંત્રના હિતમાં છે. બોહનર એવું કરવા માંગે છે જેથી પાર્ટીને વિજય મળી શકે. તેઓ ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારથી તેની તૈયારીઓ કરી રહ્યા છે.

ટેડ ક્રુઝ

ટેડ ક્રુઝ


રિપબ્લિકન, ટેક્સાસ સેનેટર
કેનેડામાં જન્મેલા રિપબ્લિકન પાર્ટીના ટેક્સાસના સેનેટર ટેડ ક્રુઝ પોતાને માત્ર અમેરિકાના નાગરિક ગણાવે છે. તેઓ ઓબામાકેરના વિરોધમાં મુખ્ય વ્યૂહરચનાકાર છે. તેમણે ઓબામાકેરને બંધ કરીને તેના સ્થાને લોકો માટે નેશનલ પાર્ક કે કેન્સર રિસર્ચ જેવી સંસ્થાઓની રચનાની ભલામણ કરીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. તેમનું મુખ્ય લક્ષ્ય વર્ષ 2016માં યોજાનારા રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં પોતાની ઉમેદવારીને વધારે મજબૂત બનાવવાનું છે. ડેમોક્રેટ્સ તેમને રિપબ્લિકન્સના વાસ્તવિક ચહેરા તરીકે ઓળખાવી રહ્યા છે.

English summary
Four key players in America's fiscal showdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X