Gautam Adani : ગૌતમ અદાણીની ધરપકડ થશે કે કેમ? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Gautam Adani : ભારતના પ્રાકૃતિક સંશાધનો અને સરકારી સાહસો પર કબ્જો કરી બેઠેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર એક પછી એક કૌભાંડોના આરોપો લાગી રહ્યા છે.
હવે ગૌતમ અદાણી પર ભારત બહાર અમેરિકામાં ધરપકડ વોરંડ જારી કરવામાં આવ્યુ છે. આ વોરંટ બાદ ગૌતમ અદાણીની ધરપકડ થશે કે કેમ તેને લઈને અહેવાલો વહેતા થયા છે.

સમાચારો અનુસાર, ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. તેમની એક કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 265 મિલિયન ડોલરની લાંચ આપવાનો અને તેને છુપાવવાનો આરોપ છે. આ અંગે 20 નવેમ્બરે ન્યૂયોર્કમાં ફોજદારી કેસ નોંધાયો છે.
આ કેસમાં ગૌતમ અદાણી સાથે તેમના ભત્રીજા સાગર અદાણી પણ આરોપી છે. આ મામલામાં યુએસ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે અને ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરાયુ છે.
આ કેસમાં અન્ય સાત લોકો પણ આરોપી છે. આ મામલો સામે આવ્યા બાદ અદાણી ગ્રૂપે અમેરિકામાં 600 મિલિયન ડોલરના બોન્ડ કેન્સલ કર્યા છે.
આ ગૌતમ અદાણી માટે મોટો ઝટકો છે. અદાણીનો બિઝનેસ પોર્ટ અને એરપોર્ટથી લઈને એનર્જી સેક્ટર સુધી વિસ્તરેલો છે. આ સ્થિતિમાં ગૌતમ અદાણીને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.
યુએસ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો છે કે ગૌતમ અદાણી અને તેમની કંપનીના અન્ય અધિકારીઓ રિન્યુઅલ એનર્જી કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા ભારતીય અધિકારીઓને ચૂકવણી કરવા માટે સંમત થયા હતા. કંપનીને આગામી 20 વર્ષમાં આ કોન્ટ્રાક્ટથી 2 બિલિયનથી વધુનો નફો થવાની અપેક્ષા હતી. વકીલોએ કહ્યું છે કે આ કેસની તપાસ વર્ષ 2022માં જ શરૂ કરવામાં આવી હતી.
સાગર અદાણી અને અન્ય એક્ઝિક્યુટિવ વિનીત જૈન પર અદાણી ગ્રીન એનર્જી માટે 3 બિલિયન ડોલરથી વધુની લોન અને બોન્ડ મેળવવા ધિરાણકર્તાઓ અને રોકાણકારોથી લાંચ છુપાવવાનો આરોપ છે.
જો કે અદાણી ગ્રુપે હજુ સુધી આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. જણાવી દઈએ કે અદાણી ગ્રુપ 2023થી અમેરિકામાં શંકાના દાયરામાં છે. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા છેતરપિંડીના આરોપ બાદ અમેરિકામાં અદાણી ગ્રુપ શંકાના ઘેરામાં છે.












Click it and Unblock the Notifications
