For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જર્મનીએ ભારત, યુકે અને પોર્ટુગલના યાત્રીઓ પર પ્રતિબંધ હટાવ્યો

જર્મનીએ ભારત, યુકે અને પોર્ટુગલના યાત્રીઓ પર પ્રતિબંધ હટાવ્યો

|
Google Oneindia Gujarati News

જર્મનીની હેલ્થ એજન્સીએ સોમવારે યુકે, પોર્ટુગલ અને ભારતના યાત્રીઓ પરથી પ્રતિબંધો હટાવી લીધા છે. કોરોનાના નવા વેરિયન્ટથી પ્રભાવિત ત્રણેય દેશોના યાત્રીઓ પર લાગેલા પ્રતિબંધ જર્મનીએ ખતમ કરી દીધા છે. જર્મનીની આ ઘોષણા બાદ ત્રણેય દેશના યાત્રી હવે જર્મનીની યાત્રા કરી શકે છે. જણાવી દઈએ કે ભારત અને યૂકેમાં કોરોનાનો નવો વેરિયન્ટ ડેલ્ટા ઘણો ખતરનાક છે, જેણે અઢળક લોકોના જીવ લીધા છે.

બ્રિટેનની વાત કરીએ તો અહીં સતત આ વેરિટન્ટના નવા મામલા સામે આવી રહ્યા છે. ભારતની વાત કરીએ તો બીજી લહેરની સરખામણીએ હવે અહીં કોરોનાના મામલા ઘટતા જણાઈ રહ્યા છે અને દરરોજ આવતા નવા મામલાની સંખ્યા 40 હજાર સુધી પહોંચી ગઈ છે.

યાત્રીઓએ નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે

યાત્રીઓએ નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે

નિયમો મુજબ કોઈપણ વ્યક્તિને જર્મનીમાં પ્રવેશની મંજૂરી રહેશે. જો કે આગમન પર તેમણે કોરોનાવાયરસનો નેગેટિવ રિપોર્ટ અને 10 દિવસનું ક્વોરેન્ટાઈન રહેવું ફરજીયાત છે. તાત્કાલિન નિયમો અનુસાર જર્મનીમાં આ દેશોથી માત્ર પોતાના નાગરિકોને પ્રવેશની મંજૂરી છે. જો કે તેમણે 2 અઠવાડિયાના ક્વોરેન્ટાઈનમાં રહેવું પડે છે.

ડેલ્ટા વેરિયન્ટે ભારત-બ્રિટેનમાં તબાહી મચાવી

ડેલ્ટા વેરિયન્ટે ભારત-બ્રિટેનમાં તબાહી મચાવી

જણાવી દઈએ કે કોરોનાવાયરસના ડેલ્ટા વેરિયન્ટે ભારત અને બ્રિટનમાં ખુબ તબાહી મચાવી છે. ડેલ્ટા વેરિયન્ટ ખુબ ખતરનાક છે, જેણે અઢળક નાગરિકોના જીવ ભરખ્યા છે. બ્રિટનમાં આ વેરિયન્ટના ખુબ મામલા સામે આવી રહ્યા છે જે બાદ લૉકડાઉન વધારી દેવાયું હતું.

ભારતમાં બીજી લહેરનો પ્રકોપ ઘટ્યો

ભારતમાં બીજી લહેરનો પ્રકોપ ઘટ્યો

ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરનો પ્રકોપ હવે ઘટવા લાગ્યો છે. દરરોજ 40 હાજર નવા કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં અત્યાર સુધી ત્રણ કરોડ 5 લાખ 85 હજાર 229 લોકો કોવિડ 19થી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 4 લાખ 2 હજાર 728 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.

English summary
Germany ease entry of indian tourist, covid 19 negative report compulsory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X