લગ્નની થોડી જ ક્ષણોમાં થયો બાળકનો જન્મ!

Written By:
Subscribe to Oneindia News

કોઇ પણ વ્યક્તિને તેમના જીવનના સૌથી મહત્વનાં પ્રસંગ વિશે પુછવામાં આવે તો તેમનો જવાબ હશે, લગ્ન અને તેમના ઘરે નાના મહેમાનના આવવાની તૈયારી. આ બંન્ને પ્રસંગો એવા છે જેનું લોકો લાંબા સમયથી પ્લાનિંગ કરતા હોય છે. પરંતુ આ બંન્ને ઘટના એક જ દિવસે બને તો? જે સમયે તમે એક બાજુ લગ્ન કરી રહ્યાં હોવ અને તેના થોડા સમય બાદ જ તમે એક બાળકને જન્મ આપો તો? આ ઘટના ભારતમાં બનવી તો થોડી મુશ્કેલ છે, પરંતુ વિદેશમાં બને તેમાં કોઇ નવાઇ નહીં!

લગ્નના દિવસે બાળકનો જન્મ

લગ્નના દિવસે બાળકનો જન્મ

લંડનમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં યુવતીએ તેના લગ્નના દિવસે જ પોતાના બાળકને જન્મ આપ્યો છે. ઇંગ્લેન્ડની એક યુવતી માટે તેના લગ્નનો અને તેના ઘરે બાળકના જન્મનો એક જ દિવસ થયો છે.

લગ્ન કરવા માંગતા હતા

લગ્ન કરવા માંગતા હતા

ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેડ્સમાં રહેતી 19 વર્ષની ડૈની માઉન્ટફોર્ડ અને 18 વર્ષીય કાર્લ તેમના પ્રથમ બાળકના જન્મ પહેલા લગ્ન કરવા માંગતા હતા. આ માટે તેઓ બન્ને છેલ્લા 6 માસથી પ્લાનિંગ કરી રહ્યા હતા. આ માટે અંતે તેઓએ ડિસેમ્બરમાં લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું.

ડાન્સ દરમિયાન થયો પેટમાં દુખાવો

ડાન્સ દરમિયાન થયો પેટમાં દુખાવો

ડિસેમ્બરમાં તેમણે નક્કી કરેલા દિવસે લગ્ન કર્યા. એ બાદ તેઓ પોતાના લગ્નની ઉજવણી કરવા આવેલા મહેમાનો સાથે ડાન્સ કરી રહ્યા હતા. એ સમયે જ ડૈનીને પેટની અંદર કંઇક થઇ રહ્યું હોય તેમ લાગ્યું. તે એ જ સમયે તેની માતા પાસે ગઈ અને બધી વાત જણાવી. માતા સમજી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. ડૈનીએ હોસ્પિટલમાં એ જ દિવસે એક સુંદર બાળકીને જન્મ આપ્યો.

લગ્નની સુંદર ભેટ

લગ્નની સુંદર ભેટ

બાળકીના જન્મ બાદ ડૈનીએ જણાવ્યું કે, આ બધું એટલું જલ્દી થઈ ગયું કે કોઇને કંઇ સમજાયુ જ નહીં. હજી તો અમે લગ્નની કેક પણ નહોતી કાપી. હું હજુ હમણા મારા પતિ સાથે ડાન્સ કરી રહી હતી અને અત્યારે મારા હાથમાં મારી બાળકી છે. તેણે તેની બાળકીનું નામ 'જૈસ્મીન' રાખ્યું છે અને કહ્યું છે કે મારી બાળકી મારા લગ્નની સૌથી સુંદર ભેટ છે.

English summary
Girl In England Delivers Baby On Her Wedding Day, Guests Left Shocked.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.