For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો તાંડવ યથાવત, વિશ્વભરમાં 70 લાખથી વધુ નમૂના પોઝિટિવ, બ્રાઝીલે ડેટા છૂપાવ્યા

કોરોનાનો તાંડવ યથાવત, વિશ્વભરમાં 70 લાખથી વધુ નમૂના પોઝિટિવ, બ્રાઝીલે ડેટા છૂપાવ્યા

|
Google Oneindia Gujarati News

શનિવરે વિશ્વભરમાં કોરોના વાયરસના કેસનો આંકડો 70 લાખને પાર પહોંચી ગયો છે, બ્રાઝીલ અને ભારતમાં કોરોનાના કેસ કૂચકેને ભૂસકે આગળ વધી રહ્યો છે. દુનિયાભરના કુલ કેસમાંથી 30 ટકાથી વધુ એટલે કે 20 લાખ સંક્રમિતો એકલા અમેરિકામાં જ છે. 15% કેસ સાથે લેટિન અમેરિકા બીજા નંબરે છે. રાઉટર્સના અહેવાલ મુજબ વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે 4 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. અંદાજીત 30 લાખ જેટલા લોકો સ્વસ્થ થઈ ઘરે પરત પહોંચી ગયા છે.

ડેટા છૂપાવી રહ્યું છે બ્રાઝિલ

ડેટા છૂપાવી રહ્યું છે બ્રાઝિલ

બ્રાઝીલે COVID-19 મહામારીના આંકડા છૂપાવ્યા હોવાનો મામલો પણ સામે આવ્યો છે. અમેરિકા પછી બ્રાઝીલમાં જ સૌથી વધુ કેસ નોંધાયા છે. બ્રાઝીલના તંત્રની સત્તાવાર વેબસાઈટ પરથી પબ્લિક વ્યૂ માટેના ડેટા હટાવી લેવામાં આવ્યા છે, અને પ્રેસિડેન્ટ જૈર બોલસોનારોએ ડેટામાં વિલંબ અને બદલાવના મામલાનો બચાવ પણ કર્યો હતો. બ્રાઝીલમાં પહેલા રાજ્ય અને મ્યૂનિસિપાલિટી મુજબ કોરોના સંક્રમિતોના ડેટા દર્શાવવામા આવતા હતા જેને બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રીએ વેબસાઈટ પરથી હટાવી લીધા. મંત્રાલયે કુલ સંક્રમિતોનો આંકડો જાહેર કરવાનું પણ બંધ કરી દીધું છે જે 6,72,000થી વધુ અમેરિકા બાદ સૌથી વધુ આંકડો છે, બ્રાઝીલે મૃત્યુન આંકડ પણ છૂપાવ્યો છે.

ભારતમાં કોરોના વાયરસનો કહેર

ભારતમાં કોરોના વાયરસનો કહેર

ભારતમાં કોરોના વાયરસે લૉકડાઉન ખુલતાની સાથે જ કહેર મચાવવો શરૂ કરી દીધો છે. ભારતમાં કુલ 2 લાખ 37 હજારથી વધુ કોરોનાના મામલા સામે આવી ચૂક્યા છે. જેમાથી 114 હજાર કેસ રિકવર થયા છે, જ્યારે 6642 લોકોના મોત થયાં છે. ભારતમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 80 હજાર સંક્રમિતોનો કેસ નોંધાયો છે, તમિલનાડુના 28 હજારથી વધુ, દિલ્હીમાં 26 હજારથીવધુ અને ગુજરાતમાં 19 હજારથી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે.

અમેરકામાં કોરોનાનું તાંડવ

અમેરકામાં કોરોનાનું તાંડવ

અમેરિકામાં કોરોના વાયરસે તાંડવ મચાવ્યું છે, અત્યાર સુધીમાં અમેરિકામાં 19 લાખ 88 હજાર 544 મામલા પોઝિટિવ નોંધાયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 1 લાખ 12 હજાર 96 લોકોના મોત થઈ ચૂક્યાં છે, જો કે ગુડ ન્યૂજ એ છે કે અમેરિકામાં 7 લાખ 51 હજાર 894 લોકો સાજા થઈ ઘરે પહોંચી ગયા છે, અમેરિકામાં હજી પણ 17021 સંક્રમિતોની હાલત હજી ગંભીર છે.

દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 9887 નવા કેસ, કુલ સંક્રમિત મામલા 2 લાખ 36 હજારદેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 9887 નવા કેસ, કુલ સંક્રમિત મામલા 2 લાખ 36 હજાર

English summary
Global coronavirus cases top 7 million; death toll nears 400,000
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X