For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

H1-B વિઝા રદ થયા બાદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આપ્યુ મોટુ નિવેદન

રાષ્ટ્રપતિ ટ્રમ્પના એલાન પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આના પર નિરાશા વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝાને આ વર્ષના અંત સુધી રદ કરી દીધા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના એલાન પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આના પર નિરાશા વ્યક્ત કરી છે. સુંદર પિચાઈએ ટ્વિટ કરીને લખ્યુ કે અમેરિકાની અર્થવ્યવસ્થામાં પ્રવાસીઓનુ બહુ મોટુ યોગદાન છે. આના કારણે ટેકનિકલ ક્ષેત્રમાં અમેરિકા ગ્લોબલ લીડર બન્યુ છે અને ગૂગલ કંપની પણ. ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણા પર પિચાઈએ કહ્યુ કે આજની ઘોષણાથી હું ખૂબ નિરાશ છુ અને અમે બધા પ્રવાસીઓ સાથે ઉભા છે, અમે બધા માટે સારી તકોના વિકાસ માટે કામ કરીશુ.

sundar pichai

વળી, ધ લીડરશિપ કૉન્ફરન્સ ઑન સિવિલ એન્ડ હ્યુમન રાઈટ્સના અધ્યક્ષ અને સીઈઓ વનીતા ગુપ્તાએ નિવેદન જારી કરીને ટ્રમ્પ પ્રશાસના નિર્ણયની ટીકા કરી છે. તેમણે કહ્યુ કે લેટેસ્ટ પ્રતિબંધ એ રંગભેદની નવી શરૂઆત છે. ઉલ્લેખનીય છે કે સોમવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે આ નિર્ણય ઘણો જરૂરી હતો અને આ નિર્ણયથી એ અમેરિકી લોકોને રાહત મળશે જે વર્તમાન સમયમાં આર્થિક સંકટના કારણે પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. વાસ્તવમાં અમેરિકામાં આ વર્ષે નવેમ્બર મહિનામાં ચૂંટણી થવાની છે. માટે ચૂંટણીના એલાન પહેલા માનવામાં આવી રહ્યુ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ રીતના અલગ અલગ નિર્ણયો લઈ રહ્યા છે.

sundar pichai

સોનૂ નિગમ પર ભડકી ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમાર - 'અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા'સોનૂ નિગમ પર ભડકી ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમાર - 'અચ્છા સિલા દિયા તૂને મેરે પ્યાર કા'

એચ-1બી વિઝાના સસ્પેન્શનનો નિર્ણય 24 જૂનથી જ લાગુ થઈ જશે. એવામાં અમેરિકાનના આ નિર્ણયથી યુએસમાં કામ કરી રહેલા ભારતીય પ્રોફેશનલ્સને મોટો ઝટકો લાગશે. એચ-1બી વિઝાને એક નિશ્ચિત સમય માટે જારી કરવામાં આવે છે. આ એક રીતના પ્રવાસી વિઝા છે. અમેરિકામાં કુશળ કર્મચારીઓને રોજગાર આપવા માટે આ વિઝા આપવામાં આવે છે. વાસ્તવમાં અમેરિકામાં કુશળ કર્મચારીઓની કમી છે. એવામાં આ વિઝા દ્વારા વિદેશના કર્મચારીઓને અમેરિકાની કંપનીઓ નોકરી આપી શકે છે. આની માન્યતા 6 મહિનાથીિ એક વર્ષ સુધીની હોય છે. અમેરિકાની કંપનીઓમાં ભારતીય કર્મચારીઓની માંગ ઘણી વધુ છે. આ જ કારણ છે કે ભારતના આઈટી પ્રોફેશન્સ આ વિઝાને સૌથી વધુ મેળવે છે. પરંતુ ટ્રમ્પના નિર્ણયથી આ તમામ લોકો પર અસર જોવા મળશે.

English summary
Google CEO Sundar Pichai disappointed by the cancellation of H1-B visa by Trump.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X