For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોટાબાયા રાજપક્ષે બન્યા શ્રીલંકાના પ્રેસિડેન્ટ, પીએમ મોદીએ શુભકામના પાઠવી

ગોટાબાયા રાજપક્ષે બન્યા શ્રીલંકાના પ્રેસિડેન્ટ, પીએમ મોદીએ શુભકામના પાઠવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શ્રીલંકામાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટે રવિવારેય થયેલ મતગણતરીમાં પૂર્વ રક્ષા સચિવ ગોટાબાયા રાજપક્ષેએ જીત નોંધાવી લીધી છે. રાજપક્ષેના પ્રવક્તાએ આ દાવો કર્યો છે. શરૂઆતી ટ્રેન્ડ્સ બાદ જ રાજપક્ષેના પ્રવક્તાએ ઘોષણા કરી દીધી કે ગોટાબાયા જીતી ગયા છે. જો કે હજુ મતગણતરી ચાલી રહી છે અને ચૂંટણી પંચે કહ્યું કે મોડી રાત સુધીમાં અંતિમ પરિણામની ઘોષણા થઈ શકશે. જણાવી દઈએ કે રાજપક્ષેનો ઝુકાવ ચીન તરખ જણાવવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ શ્રીલંકાની પ્રેસિડેન્ટની ચૂંટણીમાં જીત નોંધાવવા પર ગોટાબાયા રાજપક્ષેને શુભકામના પાઠવી છે.

gotabaya rajapakshe

શ્રીલંકામાં ઘાતક આતંકવાદી હુમલાના સાત મહિના બાદ આકરી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન થયું હતું. રાષ્ટ્રપતિ પદ માટે 32થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. મતદાનમાં કુલ 1.59 કરોડ મતદાતાઓમાંથી ઓછામાં ઓછા 80 ટકા મતદાતાઓએ ભાગ લીધો હતો. શ્રીલંકાની સત્તારુઢ પાર્ટીના ઉમેદવાર સજીથ પ્રેમદાસે દેશમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી અને પોતાના મુખ્ય પ્રતિદ્વંદ્વી અને પૂર્વ રક્ષા સચિવ ગોટાબાયા રાજપક્ષેને શુભકામના પાઠવી.

પ્રેમદાસે કહ્યું કે, લોકોના નિર્ણયનું સન્માન કરવું અને શ્રીલંકાના સાતમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવવા બદલ રાજપક્ષેને શુભકામના પાઠવવી મારા માટે સૌભાગ્યની વાત છે. રાજપક્ષેના પ્રવક્તાએ ચૂંટણી પરિણામની સત્તાવાર ઘોષણા પહેલા જ દાવો કર્યો કે 70 વર્ષીય સેવાનિવૃત્ત લેફ્ટિનેન્ટ કર્નલે શનિવારે થયેલ ચૂંટણીમાં જીત હાંસલ કરી છે.

રાજપક્ષેની જીત ભારત માટે ઝાટકા સમાન સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે રાજપક્ષેને ચીન સમર્થક માનવામાં આવે છે. પહેલા જ કહેવાઈ રહ્યું હતું કે આ સારી વાત નહિ હોય. બીજી તરફ સત્તાધારી પાર્ટીના ઉમેદવાર સજીથ પ્રેમદાસા, જેમને હાર મળી છે તેમનું વલણ સ્પષ્ટ નહોતું. પહેલા તેઓ ચીનના આલોચક હતા પરંતુ હવે તેમના સુરમાં નરમાઈ દેખાઈ રહી હતી.

પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલર બન્યો હીરો, ભારતીય વિમાનને બચાવ્યુંપાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલર બન્યો હીરો, ભારતીય વિમાનને બચાવ્યું

English summary
gotabaye rajapaksa will be president of sri lanka, pm modi congratulates him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X