For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે 16 વર્ષની ગ્રેટા, જેણે ક્લાઈમેટ ચેન્જ પર ટ્રમ્પને ખરીખોટી સંભળાવી દીધી

આગામી અઠવાડિયા દુનિયાભરના દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ એક્શન શિખર સંમેલનમાં સામેલ થવા માટે ન્યૂયોર્કમાં એકઠા થઈ રહ્યા છે. આ દરમિાયન ઓસ્ટ્રેલિયાથી લઈ આયરલેન્ડ સુધી લાખો બાળકોએ શુક્રવારે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આગામી અઠવાડિયા દુનિયાભરના દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ એક્શન શિખર સંમેલનમાં સામેલ થવા માટે ન્યૂયોર્કમાં એકઠા થઈ રહ્યા છે. આ દરમિાયન ઓસ્ટ્રેલિયાથી લઈ આયરલેન્ડ સુધી લાખો બાળકોએ શુક્રવારે સ્કૂલે ન જવાનો નિર્ણય લીધો છે. આ દિવસે તેઓ સ્કૂલ ન જઈને પર્યાવરણ માટે કામ કરશે. દુનિયાભરમાં જળવાયુ પરિવર્તનને રોકવા માટે આંદોલનનું નેતૃત્વ એક 16 વર્ષીય સ્વીડિશ છોકરી કરી રહી છે. નામ છે ગ્રેટા ટુનબર્ગ.

ગ્રેટાના આ વિશ્વ વ્યાપી આંદોલનનું નામ Friday for Future છે

ગ્રેટાના આ વિશ્વ વ્યાપી આંદોલનનું નામ Friday for Future છે

જળવાયુ પરિવર્તનને લઈ 150 દેશોમાં વિરોધ પ્રદર્શનની યોજના છે. જેનો ઉદ્દેશ્ય દુનિયાભરના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને લોકોને પૃથ્વી પર જળવાયુ પરિવર્તનની અસરો વિશે જણાવવાનું છે. ગ્રેટાના આ વિશ્વવ્યાપી આંદોલનનું નામ ફ્રાઈડેઝ ફોર ફ્યૂચર છે. ગ્રેટા પાછલા વર્ષે ડિસેમ્બરમાં પોલેન્ડમાં જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં બોલી ચૂકી છે, જાન્યુઆરીમાં દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં બોલી ચૂકી છે. લંડનમાં બ્રિટિશ સંસદમાં, ઈટલીની સંસદમાં અને ફ્રાંસમાં યૂરોપિયન સંસદમાં બોલી ચૂકી છે. 17 સપ્ટેમ્બરે અમેરિકાની રાજધાની વોશિંગ્ડન ડીસીમાં હતી. ત્યાં સિનેટની જળવાયુ પરિવર્તન પર બનેલ કમિટી સાથે મુલાકાત કરી.

કોંગ્રેસમાં ઉભા રહી ગ્રેટાએ અમેરિકાને સંભળાવ્યું

કોંગ્રેસમાં ઉભા રહી ગ્રેટાએ અમેરિકાને સંભળાવ્યું

એક રિપોર્ટરે તેને ટ્રમ્પને મળવા વિશે પૂછ્યું. જેના પર તેણે કહ્યું કે, 'જો તેઓ મારી વાત સાંભળવા જ નથી માંગતા તો તેમને મળીને હું મારો સમય શા માટે બગાડું?' પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાના પર લેતા કહ્યું કે કેવી રીતે અમેરિકી પેરિસ સમજૂતીથી બહાર આવી ગયું. કાર્બન અને ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવાનો લક્ષ્ય હાંસલ કરવા માટે પેરિસ સમજૂતિ થઈ હતી. કોંગ્રેસમાં ઉભી રહી ગ્રેટાએ અમેરિકાને સંભળાવી દીધું કે દુનિયાના ઈતિહાસમાં અમેરિકા સૌથી મોટો કાર્બન પેદા કરતો દેશ છે.

ગ્રેટાએ વિમાનથી યાત્રાઓ બંધ કરી દીધી

ગ્રેટાએ વિમાનથી યાત્રાઓ બંધ કરી દીધી

ગ્રેટાનો જન્મ 2003માં સ્વીડનની રાજધાની સ્ટૉકહોમમાં થયો. તે સ્વીડનની એક ઓપેરા સિંગર છે. તેના પિતા સ્વાંતે ટનબર્ગ પત્રકાર છે. બે વર્ષ સુધી તેણે પોતાના ઘરના માહોલને બદલવા પર કામ કર્યું. તેના માતા-પિતાએ માંસનું સેવન છોડી દીધું અને જાનવરોની ચાંબડીથી બનેલ વસ્તુઓનો ઉપયોગ કરવો પણ છોડી દીધો. તેમણે વિમાનથી યાત્રાઓ પણ બંધ કરી દીધી છે કેમ કે આ વસ્તુઓથી કાર્બનનું ઉત્સર્જન વધી જાય છે. ઓગસ્ટ 2019માં ટુનબર્ગ યૂકેથી યૂએસ એક એવા જહાજમાં ગઈ જેમાં એક સોલાર પેનલ અને અંડરવૉટર ટર્બાઈન લાગેલ હતાં. આવા જહાજોથી કાર્બનનું ઉત્સર્જન નથી થતું. તેમની યાત્રા 15 દિવસ સુધી ચાલી. જ્યાં તેમણે ન્યૂ યોર્કમાં એક જળવાયુ સમ્મેલનમાં ભાગ લીધો.

અમદાવાદ બન્યું જુગારનું ધામ, 22 શખ્સોની ધરપકડઅમદાવાદ બન્યું જુગારનું ધામ, 22 શખ્સોની ધરપકડ

English summary
greta thunberg attacked donald trump on climate change
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X