ટેક્સાસમાં 6 મહિનાથી ગુમ થયેલા ગુજરાતીની લાશ બેગમાંથી મળી

Posted By:
Subscribe to Oneindia News

અમેરિકામાં ભારતીય મૂળના લોકોની હત્યાના કેસ એક બાજુ જ્યાં વધી રહ્યા છે. ત્યાં જ વધુ એક કેસ બહાર આવ્યો છે. જેમાં અમેરિકાના ટેક્સાસના પોનોલા કાઉન્ટીમાંથી વાઇનના ગુજરાતી વેપારી સંજય પટેલની લાશ તેમના ગુમ થયાના 6 મહિના પછી એક બેગમાં કોહવાયેલી હાલતમાં મળી છે. અમેરિકાની ન્યૂઝ ચેનલ 3ના છપાયેલા રિપોર્ટ મુજબ મિસિસીપીના મેડિકલ અધિકારીઓએ પણ આ વાત સ્વીકારી છે કે આ લાશ 6 મહિના પહેલા ગુમ થયેલા ગુજરાતી વેપારીની જ છે.

sanjay patel

નોંધનીય છે કે સંજય પટેલ હ્યૂસ્ટન લેવી રોડ પર એક ફાઇવ સ્ટાર વાઇન અને સ્પીરીટની દુકાન ચલાવે છે. પોલીસે જે મુજબ જાણકારી આપી હતી તે પ્રમાણે તે 6 મહિના પહેલા છેલ્લી વાર માર્કસ પેરી નામના વ્યક્તિ સાથે તેમના સ્ટોરની બહાર જોવા મળ્યા હતા. પોલીસનું માનવું છે કે પેરીએ જ વેપારમાં અંગત અદાવતના કારણે સંજય પટેલની હત્યા કરીને તેમની લાશને બેગમાં પોનોલો કાઉન્ટમાં છોડી ગયો હતો.

જો કે બાદમાં ખેતરના માલિક દ્વારા પોલીસને કેટલાક દિવસોથી એક અજાણી બેગ તેના ખેતરમાં પડી હોવાની જાણકારી આપવામાં આવતા અને પોલીસ દ્વારા આ બેગની તપાસ કરવામાં આવતા આ હત્યાનો આ ભેદ છતો થયો છે. જો કે હાલમાં પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

English summary
Gujarati missing businessman body found in bag near Texas. Read here more on this story.
Please Wait while comments are loading...