સાઉદી અરેબિયા: જેદ્દાહના રોયલ પેલેસ પર હુમલો, 2નું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

સાઉદી અરેબિયાના જેદ્દાહથી એક મોટી ખબર છે, શનિવારે જેદ્દાહના શાહી મહેલ પર હુમલો થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, જેદ્દાહના અલ-સલામ રોયલ પેલેસમાં એક અજાણ્યો શખ્સ એકે-47 રાયફલ લઇ ઘુસી ગયો હતો અને તેણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ગોળીબારમાં બે ગાર્ડ્સનું મૃત્યુ થયું હતું. એ પછી પેલેસની સુરક્ષા માટે ફરજ બજાવતા અન્ય એક ગાર્ડે એક હુમલાખોરને ઠાર માર્યો હતો.

saudi arab attack

સાઉદી અરેબિયાના ઇન્ટિયર મિનિસ્ટ્રીના સિક્યોરિટી સ્પોક્સપર્સને આ હુમલાની પુષ્ટિ કરી હતી. હુમલામાં મૃત્યુ પામેલ ગાર્ડ્સનું નામ હમ્માદ બિન સલ્લાહ અલ-મુતેરી અને ફૈઝલ અલ-સુબઈ હતું. હુમલાખોરની ઓળખ મંસૂર અલ-આમરી તરીકે છે, તેમની ઉંમર 28 વર્ષ હતી. તે સાઉદી અરબિયાનો જ રહેવાસી હતો. હુમલાખોરો પાસેથી એક એકે-47 રાયફલ અને ત્રણ પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતા. અમેરિકન એમ્બસીએ ત્યાં રહેતા તેમના ત્રણ નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યો છે. આ હુમલા પાછળનું કારણ હજુ જાણી નથી શકાયું, પરંતુ આ હુમલા પાછળ આઈએસઆઈએસનો હાથ હોવાની શક્યતા છે. 

English summary
A gunman shot dead two Saudi guards and wounded three others at the gate of the royal palace in the Red Sea city of Jeddah, the interior ministry said.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.