For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy International Women's Day 2022 : શા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે? જાણો ઈતિહાસ અને થીમ

દર વર્ષે મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા અને રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓનું સન્માન કરવા માટે 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

Happy International Women's Day 2022 : દર વર્ષે મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા અને રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓનું સન્માન કરવા માટે 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્પત્તિ 20મી સદીની શરૂઆતમાં જોવા મળેલી ઘણી સમાજવાદી ચળવળોમાં જોવા મળે છે.

Happy International Womens Day 2022

વર્ષ 1977માં યુનાઈટેડ નેશન્સ દ્વારા અપનાવવામાં આવેલ અને નારીવાદના બીજી અને ત્રીજી લહેર દ્વારા સહાયિત, આ દિવસ સમગ્ર વિશ્વમાં મહિલાઓના સંયમ અને સંકલ્પની યાદ અપાવે છે. વર્ષોથી યુએનએ મહિલાઓના અધિકારો અને મુદ્દાઓ પર કેન્દ્રિત વિવિધ થીમના આધારે દિવસની ઉજવણી કરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 ની થીમ છે, ટકાઉ આવતીકાલ માટે આજે લિંગ સમાનતા.

Happy International Womens Day 2022

વિશ્વભરમાં દર વર્ષે 8 માર્ચે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલા દિવસના નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે, આ દિવસ મહિલાઓને સમર્પિત છે. મહિલા દિવસના બહાને આપણે દેશ અને દુનિયાની એવી મહિલાઓને યાદ કરીએ છીએ જેમણે વૈશ્વિક મંચ પર પોતાની અમીટ છાપ છોડી છે. આ ખાસ દિવસની ઉજવણી કરવાનો હેતુ તે મહિલાઓની ઉપલબ્ધિઓ, તેમના જુસ્સા, તેમની ઐતિહાસિક યાત્રાઓ અને તેમના જીવનને યાદ કરવાનો છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું છે?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું છે?

દર વર્ષે મહિલા દિવસ કોઈ ને કોઈ થીમ પર આધારિત હોય છે. યુનાઇટેડ નેશન્સ અનુસાર, આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 (IWD 2022) ની થીમછે 'જેન્ડર ઇક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો' એટલે કે મજબૂત ભવિષ્ય માટે લિંગ સમાનતા જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ :

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ :

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઈતિહાસ એક સદી કરતાં પણ વધુ જૂનો છે. વર્ષ 1911માં પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ દિવસનેલઈને લોકોના અલગ-અલગ મંતવ્યો છે. કેટલાક લોકો આ દિવસની ઉજવણીનું કારણ નારીવાદને માને છે. જોકે, તેના મૂળ મજૂર આંદોલન સાથે જોડાયેલા છે.

સંયુક્તરાષ્ટ્ર દ્વારા પસંદ કરાયેલા રાજકીય અને માનવ અધિકારોને ધ્યાનમાં રાખીને, આ દિવસ મહિલાઓના રાજકીય અને સામાજિક ઉત્થાન માટે ઉજવવામાં આવે છે.

પ્રખ્યાત જર્મન કાર્યકર્તા ક્લેરા ઝેટકીનના પ્રયાસોને કારણે, વર્ષ 1910માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ મહિલા દિવસના આંતરરાષ્ટ્રીય સ્વરૂપ અને આ દિવસે જાહેરરજા માટે સંમત થઈ હતી.

આ પછી 19 માર્ચ, 1911 ના રોજ, ડેન્માર્ક અને જર્મનીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. જોકે, વર્ષ 1921માંમહિલા દિવસની તારીખ બદલીને 8 માર્ચ કરવામાં આવી હતી. ત્યારથી સમગ્ર વિશ્વમાં માત્ર 8 માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

પ્રથમ મહિલા દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો હતો?

પ્રથમ મહિલા દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો હતો?

વર્ષ 1909માં ન્યૂયોર્કમાં સૌપ્રથમવાર મહિલા દિવસનું આયોજન સમાજવાદી રાજકીય કાર્યક્રમ તરીકે કરવામાં આવ્યું હતું. જે બાદ 1917માં સોવિયત સંઘે આ દિવસનેરાષ્ટ્રીય રજા જાહેર કરી હતી.

ત્યારથી ધીમે ધીમે આ દિવસ તમામ દેશોમાં ઉજવવા લાગ્યો હતો. હવે તે સામાન્ય રીતે તમામ દેશોમાં ઉજવવામાં આવે છે. કેટલાક લોકોજાંબલી રિબન પહેરીને આ દિવસની ઉજવણી કરે છે.

મહિલા દિવસની ઉજવણીનું કારણ શું છે?

મહિલા દિવસની ઉજવણીનું કારણ શું છે?

આ દિવસ સમગ્ર વિશ્વમાં મહિલાઓ સામેના ભેદભાવને સમાપ્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમનીસિદ્ધિઓ પર ગર્વ લેવા માટે પણ ઉજવવામાં આવે છે.

English summary
Happy International Women's Day 2022 : Why International Women's Day is celebrated? Know history, themes and important facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X