For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા: સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડ, મૂર્તિ પર લગાવી કાળી સ્યાહી

અમેરિકાના કેટલાક ઉપદ્રવિયોએ એક હિન્દૂ મંદિરમાં તોડફોડ કરી મૂર્તિ પર કાળા કલરની સ્યાહી લગાવી હતી. અમેરિકાના કેન્ટુકી રાજ્યના લુઇસવિલે શહેરમાં આવેલું સ્વામિનારાયણ મંદિર હેટ ક્રાઈમનું શિકાર બન્યું છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના કેટલાક ઉપદ્રવિયોએ એક હિન્દૂ મંદિરમાં તોડફોડ કરી મૂર્તિ પર કાળા કલરની સ્યાહી લગાવી હતી. અમેરિકાના કેન્ટુકી રાજ્યના લુઇસવિલે શહેરમાં આવેલું સ્વામિનારાયણ મંદિર હેટ ક્રાઈમનું શિકાર બન્યું છે. સ્થાનિક મીડિયા અનુસાર, તોડફોડ પછી ભગવાનની મૂર્તિ પર કાળો રંગ છાંટવામાં આવ્યો, બારીઓ તોડવામાં આવી, દીવાલો પર ખોટો સંદેશ અને ચિત્રો બનાવ્યા હતા. ઉપદ્રવિયોએ મુખ્ય હોલમાં રાખેલ ખુરશી પર ચપ્પુ ખોસી દીધું.

swaminarayan temple

રિપોર્ટ અનુસાર, આ બનાવ રવિવારની રાત અને મંગળવારની સવારની વચ્ચે લૂઇસવિલે શહેરમાં આવેલા સ્વામી નારાયણ મંદિરમાં થઈ હતી. લૂઇસવિલે કેન્ટકીની આ ઘટનાએ સમગ્ર ભારતીય-અમેરિકન સમુદાયને આઘાત પહોંચાડ્યો છે. અધિકારીઓ આ ઘટનાની અપ્રિય ગુના તરીકે તપાસ કરી રહ્યા છે.

તોડફોડની આ ઘટનાની નિંદા કરતા લુઇસવિલેના મેયર ગ્રેગ ફિશરે શહરેના રહેવાસીઓને આ તિરસ્કાર સામે ઊભા થવા વિનંતી કરી છે. ફિશરે જણાવ્યું હતું કે જ્યારે પણ આપણે તિરસ્કાર અથવા કટ્ટરતા જોઈએ તો તેની વિરુદ્ધ ઉભા રહીશુ. ફિશર જણાવ્યું હતું કે જે કાયરોએ આ કર્યું છે, તેઓએ આપણા સમુદાયના લોકો પ્રતિ કરુણા અને એકબીજાને સમજવા માટે વધુ શક્તિ આપી છે. આ બનાવ બાદ ફિશર બુધવારે મંદિરની મુલાકાત લીધી હતી.

ફિશરએ કહ્યું કે આ મંદિરની તોડફોડ થવી એ તે વાતનું ઉદાહરણ છે કે આપણે એક શહેર અને એક રાષ્ટ્રના સ્વરૂપમાં એકબીજાના આદર્શો પર વધુ કામ કરવાની જરૂર છે. જણાવી દઈએ કે હાલનાના વર્ષોમાં અમેરિકામાં નફરત સંબંધિત ગુનાઓની ઘટનાઓ ખૂબ ઝડપથી વધી છે.

English summary
Hate Crime in America: Hindu temple vandals, blacken idol
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X