For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદી તહવ્વુર રાણાને 14 વર્ષની સજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

tahawwur-rana
શિકાગો, 18 જાન્યુઆરી: ડેનમાર્કમાં એક સમાચાર પત્રની ઓફિસ પર હુમલાનું કાવતરૂ ઘડવાના ગુનામાં આતંકવાદી ડેવિડ હેડલીના અંગત માણસ તહવ્વુર રાણાને અમેરિકાની કોર્ટે ગુનેગાર ગણાવતાં 14 વર્ષની સજા સંભળાવી હતી. જો કે અમેરિકન ફરિયાદપક્ષે જે દલીલ રજૂ કરી હતી તે મુજબ રાણાને 30 વર્ષની સજા માંગણી કરી હતી પરંતુ રાણાના વકીલે કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે તહવ્વુર રાણા સીધી રીતે આ ગુનામાં સંડોવાયેલો ન હતો પરંતુ તેના મિત્ર ડેવિડ હેડલીએ તેને ગુનામાં ભાગીદાર બનાવ્યો હતો.

52 વર્ષીય પાકિસ્તાન મૂળના નાગરિક તહવ્વુર રાણાને શિકાગોની ફેડરલ કોર્ટે સજા સંભળાવી છે. સજા બાદ પણ પાંચ વર્ષ સુધી તે કોર્ટ નજર હેઠળ રહેશે. તહવ્વુર રાણા પર વર્ષ 2008માં થયેલા મુંબઇ હુમલા માટે જવાબદાર આતંકવાદી ડેવિડ હેડલીની મદદ કરવાના આરોપો છે.

જો કે વર્ષ 2010માં શિકાગોની કોર્ટે પુરાવાના અભાવે પાકિસ્તાની મૂળના કેનેડાઇ નાગરિક આતંકવાદી તહવ્વુર હુસૈન રાણાને મુંબઇ હુમલાના કેસમાં છોડી મૂક્યો હતો. તેનું કહેવું હતું કે પર્યાપ્ત પુરાવા નથી જે તેને હુમલા હુમલામાં દોષી સાબિત કરી શકે. કોર્ટે રાણાને ફક્ત બે કેસમાં દોષી ગણાવ્યો હતો. પ્રથમ ડેનમાર્ક હુમલામાં અને બીજા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાની મદદ કરવાના કેસમાં આરોપી ગણાવ્યો છે. જે જ્યૂરીએ તહવ્વુર રાણાને સજા સંભળાવી છે તેમાં 12 સભ્યોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે તહવ્વુર રાણા પર ચાલી રહેલા કેસમાં પ્રથમ સુનાવણી 23 મે 2010ના રોજ થઇ હતી. તહવ્વુર રાણા પર આરોપ લગાવ્યો છે કે તેને ભારતમાં થયેલા મુંબઇ હુમલા વિશે જાણકારી હતી અને તે હુમલાખોરોનો સાથ આપી રહ્યો હતો. કોર્ટમાં તહવ્વુર રાણાના વકિલે કહ્યું હતું કે ડેવિડ હેડલીએ મુંબઇ હુમલાના મામલે રાણાને ફસાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડેવિડ હેડલી સરકારી સાક્ષી તરીકે સ્પષ્ટતા કરી રહ્યાં છે.

પાકિસ્તાની મૂળના અમેરિકન નાગરિક ડેવિડ હેડલીએ અમેરિકન અધિકારીઓ સાથે એક કરાર કર્યો હતો તે મુજબ તે સરકારી સાક્ષી બનીને અન્ય આતંકવાદીઓ વિશે માહિતી આપશે તો તેને મોતની સજા આપવામાં નહી આવે તેમજ તેને ભારત,પાકિસ્તાન કે ડેનમાર્કને સોંપવામાં નહી આવે. જેથી ડેવિડ હેડલીએ કેટલાક સાચા-ખોટા નિવેદનો આપ્યાં હતાં અને જેના કારણે તહવ્વુર રાણા ફસાઇ ગયો છે.

English summary
Mumbai Terror Attack plotter David Headley's aide Tahawwur Rana sentenced to 14 years in jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X