For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનનુ ઉલ્લંઘન કરવા પર ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રી પર PMએ લીધી એક્શન

ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રીએ એક મોટી બેદરકારી કરી છે. જેના કારણે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ(કોવિડ-19) સામૂહિક ફેલાવને રોકવા માટે ભારત સહિત દુનિયાના લગભગ દરેક દેશમાં લૉકડાઉન લાગેલુ છે. લૉકડાઉનનુ ઉલ્લંઘન કરનારાને સજા પણ આપવામાં આવી રહી છે. આ કડકાઈ દરમિયાન ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રીએ એક મોટી બેદરકારી કરી છે. જેના કારણે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં તેમણે લૉકડુન નિયમોનુ ઉલ્લંઘન કર્યુ અને પરિવાર સાથે બીચત પર ફરવા જતા રહ્યા ત્યારબાદ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ સરકારમાં તેમનુ કદ ઘટાડી દીધુ છે.

new zealand

પોતાના એક નિવેદનમાં ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રી ડેવિજ ક્લાર્કે કહ્યુ કે આ મુશ્કેલા સમયમાં તે ટીમ સાથે ઉભા ન રહી શક્યા. લૉકડાઉન છતાં તે પોતાના પરિવારને બીચ પર ફરાવવા માટે લઈ ગયા. ક્લાર્કે પોતાના નિવેદનમાં કહ્યુ કે તે પોતાના ઘરથી 20 કિમી દૂર સ્થિત કાર ડ્રાઈવ કરીને બીચ પર ગયા અને પરિવાર સાથે ફર્યા. આ પહેલા ગયા અઠવાડિયે બાઈક રાઈડ પર પણ નીકળી ગયા હતા. આ ઘટના માટે તેમણે માફી માંગી હતી. પરંતુ હવે તેમણે એક વાર ફરીથી નિયમોનુ ઉલ્લંઘન કર્યુ અને ખુદને 'બેવકૂફ' ગણાવ્યા છે.

આ વિશે તેમણે પ્રધાનમંત્રી જેસિંડા આર્ડનને સૂચના આપી અને પોતાના રાજીનામાની રજૂઆત કર. પ્રધાનમંત્રીએ કહ્યુ કે જો કોઈ બીજી સ્થિતિ હોત તો હું તેમને પદ પરથી હટાવી દેતી પરંતુ અત્યારે કોરોના વાયરસ સામે લડાઈનો સમય છે. એવામાં તેમને મંત્રી પદેથી નથી કાઢી રહી. પરંતુ તેમણે ડેવિડ ક્લાર્કના એસોસિએટ નાણામંત્રીના પદમાં ફેરફાર કર્યો અને બીજા દરજ્જાના મંત્રી નિયુક્ત કરી દીધા.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે ન્યૂઝીલેન્ડમાં પણ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે. અહીં કોરોના વાયરસા અત્યાર સુધી લગભગ એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે જેના કારણે લૉકડાઉનમાં કડકાઈ વર્તવામાં આવી રહી છે. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે કોરોના સંકટ ખતમ થયા બાદ તેમને પદ પરથી હટાવવામાં આવશે.

આ પણ વાંચોઃ દેશના અમુક ભાગો કોવિડ-19 હૉટસ્પૉટ બન્યાઃ AIIMSના નિર્દેશકઆ પણ વાંચોઃ દેશના અમુક ભાગો કોવિડ-19 હૉટસ્પૉટ બન્યાઃ AIIMSના નિર્દેશક

English summary
health minister of new zealand david clark broke coronavirus lockdown rules now demoted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X