For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં વ્હાઈટ હાઉસ પાસે ભારે ગોળીબાર, પોલિસ અધિકારી સહિત ઘણા લોકોને મારવામાં આવી ગોળી

અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ પાસે એક સંગીત કાર્યક્રમ દરમિયાન ભારે ગોળીબારના સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ પાસે એક સંગીત કાર્યક્રમ દરમિયાન ભારે ગોળીબારના સમાચાર છે જેમાં એક પોલિસ અધિકારી સહિત ઘણા લોકને ગોળી મારી દેવામાં આવી છે. રિપોર્ટ મુજબ જે જગ્યાએ ગોળીબાર કરવામાં આવ્યો છે તે વ્હાઈટ હાઉસથી માત્ર 2 કિલોમીટરના અંતરે છે અને રિપોર્ટ મુજબ એક મ્યૂઝિક ફંક્શન દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો છે.

વ્હાઈટ હાઉસ પાસે ગોળીબાર

વ્હાઈટ હાઉસ પાસે ગોળીબાર

વોશિંગ્ટન પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, 'MPD (મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ) 14મી અને યુ સ્ટ્રીટ, NWના વિસ્તારમાં પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં MPD અધિકારી સહિત ઘણા લોકોને ગોળી વાગી હતી.' વળી, એક ટ્વિટમાં ડીસી પોલીસ યુનિયને પણ પુષ્ટિ કરી છે કે ડીસી શૂટિંગ દરમિયાન એક પોલીસ અધિકારીને ગોળી વાગી છે. ટ્વિટમાં કહેવામાં આવ્યુ છે કે, 'અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે 14માં અને યુ સેન્ટ એનડબ્લ્યુ વિસ્તારમાં કામ કરતા અમારા એક સભ્યને ગોળી વાગી છે. અધિકારીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને તેની હાલત હાલમાં સ્થિર છે.'

મ્યૂઝિક કૉન્સર્ટ દરમિયાન ગોળીબાર

એક સ્થાનિક મીડિયા આઉટલેટના જણાવ્યા મુજબ ફાયરિંગ 14મી અને યુ સ્ટ્રીટના 'મોચેલા' નામની જુનીટીન મ્યુઝિક કોન્સર્ટ સાઇટ પર અથવા તેની નજીક થયુ હતુ. સ્થાનિક યુએસ મીડિયા આઉટલેટ્સે જણાવ્યુ હતુ કે, એક MPD અધિકારીના પગમાં ગોળી વાગી છે તેમજ ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસ દરેકને આ વિસ્તારથી દૂર રહેવા માટે કહી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં બંદૂકની હિંસાની વધતી જતી ઘટનાઓ સાથે પ્રમુખ જો બિડેને જણાવ્યુ હતુ કે યુ.એસે બાળકો અને પરિવારોની સુરક્ષા માટે હુમલાના શસ્ત્રો ખરીદવા અથવા પ્રતિબંધિત કરવા માટેની ઉંમર 18થી વધારીને 21 વર્ષની કરવાની જરૂર છે. તેમણે કહ્યુ, 'આપણે હુમલાના શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે. જો આપણે તે ન કરી શકીએ તો આપણે તેને ખરીદવાની ઉંમર 18થી વધારીને 21 કરવી જોઈએ. ઉચ્ચ ક્ષમતાવાળા સામયિકો પર પ્રતિબંધ મૂકો. પૃષ્ઠભૂમિ તપાસને મજબૂત બનાવો.

શૂટરને મારી દેવામાં આવ્યો

શૂટરને મારી દેવામાં આવ્યો

વળી, વૉશિંગ્ટનમાં ગોળીબાર કરનાર લોકોની ઓળખ સગીર છોકરા તરીકે કરવામાં આવી રહી છે જેને પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં ગોળી વાગવાથી બે લોકોના મોતના સમાચાર છે, અને આ આંકડો વધી શકે છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને 24 મેના રોજ ટેક્સાસના ઉવાલ્ડેમાં રોબ એલિમેન્ટરી સ્કૂલમાં સામૂહિક ગોળીબારની ઘટના બની હતી. જેમાં 19 બાળકો સહિત અનેક લોકો માર્યા ગયા હતા. સીએનએન અનુસાર પાર્કલેન્ડ, ફ્લોરિડામાં 2018 માર્જોરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલમાં ગોળીબાર બાદ તે સૌથી ઘાતક હુમલો હતો જેમાં 17 લોકો માર્યા ગયા હતા.

English summary
Heavy shooting near the White House in America, in which a police officer has also been shot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X