For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિલેરી ક્લિંટનને હોસ્પિટલ ભરતી કરાઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

hillary-clinton
વોશિંગ્ટન, 31 ડિસેમ્બર: અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનને ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. આ મહિનાની શરૂઆતમાં ઇજા પહોંચતા લોહી જામી ગયું છે કે નહી તેની તપાસ કરાવવા માટે હિલેરી ક્લિંટનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હિલેરી ક્લિંટનના પ્રવક્તા ફિલિપ રેન્સને જણાવ્યું હતું કે રવિવારે હિલેરીના સ્વાસ્થ્યની તપાસ કરી રહેલા ડૉક્ટરોએ લોહી જામી ગયું હોવાની તપાસ કરશે.

હિલેરી ક્લિંટનના શરીરમાં લોહી ક્યાં જામી ગયું છે, તેની જાણાકારી આપવામાં આવી નથી પરંતુ રેન્સે જણાવ્યું હતું કે ન્યૂયોર્કના પ્રેસ્બીટેરિયન હોસ્પિટલમાં હિલેરી ક્લિંટનની સારવાર કરવામાં આવી રહી છે. હિલેરી ક્લિંટનને લગભગ 48 કલાક સુધી ત્યાં રાખવામાં આવશે, જેથી કરીને ડૉક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી શકે.

રેન્સે એક નિવેદનમાં કહ્યું હતું કે હિલેરી ક્લિંટનના સ્વાસ્થ્ય પર ડૉક્ટરો નજર રાખશે, ડૉક્ટરો જોશે કે આ અંગે કોઇ સારવારની જરૂર છે કે નહી. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પોતાનો બીજા કાર્યકાળની શરૂઆત જાન્યુઆરીમાંથી શરૂ કરવાના છે, તે પહેલાં હિલેરી ક્લિંટનને વિદેશમંત્રીના પદેથી દૂર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીત છે કે ડિસેમ્બરના મધ્યમાં હિલેરી ક્લિંટન (65) પોતાના ઘરમાં પડી ગઇ હતી જેથી તેમને ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઉત્તરી આફ્રિકા અને મધ્ય પૂર્વની તેમની યાત્રા સ્થગિત કરવામાં આવી હતી.

English summary
Hillary Clinton was admitted to a New York City hospital on Sunday after doctors discovered that a blood clot had formed, the State Department said in a statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X