For Quick Alerts
For Daily Alerts
હિનાનો પ્રેમ તેના રાજનૈતિક કરિયરનો અંત આણી શકે છે
બેંગલોર, 28 સપ્ટેમ્બર: કોઇ રોમેન્ટિક ફિલ્મી વાર્તાની જેમ હિના રબ્બાની ખાર અને બિલાવલની લવસ્ટોરીમાં રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે સમાચાર આવ્ચા છે કે વિવાહીત હોવા છતાં કોઇ અન્ય પુરુષ સાથે પ્રેમ કરવાની સજા હિના રબ્બાનીને મળી શકે છે. તેમની સામે પાકિસ્તાન કટ્ટરપંથી સંગઠન ફતવો જાહેર કરી શકે છે. જે હિનાના રાજનૈતિક કરિયરને ખતમ કરી શકે છે.
બાંગ્લાદેશી પેપરના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ઝરદારી પણ આ વાતથી ચિંતિત છે માટે તેઓ આ વાત પર પડદો નાખવાની કોશિશ કરી રહ્યા છે. ઇસ્લામિક સંગઠન હિનાની પાકિસ્તાન આવવાની રાહ જોઇ રહ્યું છે. હાલમાં હિના રાષ્ટ્રપતિ ઝરદારી સાથે ન્યૂયોર્કમાં છે.
હિના અને બિલાવલના અફેયરને લઇને હિનાના પતિ ફિરોઝ ખૂબ જ ગુસ્સામાં છે. જોકે પરિવારના લોકોએ તેમને શાંતિ રાખવા જણાવ્યું હતું. કારણ કે હિના અને બિલાવલ બન્ને રાજનીતિના મજબૂત સિપાહી છે.
બેંગલોર ટેબલોયડ અનુસાર ફિરોઝને હિના અને બિલાવલ સાથે મળવું અને ચેટિંગ કરવું પસંદ ન હતુ. જોકે હિનાએ ફિરોઝને બિલાવલ માટે છોડી દેવાની ધમકી પણ આપી હતી.