For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિન્દુજા બંધુઓ બ્રિટનમાં સૌથી ધનિક એશિયન વ્યક્તિઓ

|
Google Oneindia Gujarati News

hinduja-brothers
લંડન, 26 માર્ચ : ભારતીયોનો દબદબો વિશ્વના દરેક ખૂણામાં છે. વિદેશમાં રહીને પણ ભારતીયોએ નોંધપાત્ર પ્રગતિ કરી દેશનું નામ રોશન કર્યું છે. આવી વ્યક્તિઓની યાદી હવે લાંબી થતી જાય છે. તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસ અનુસાર બ્રિટનમાં રહેતા એનઆરઆઇ હિન્દુજા બંધુઓ સૌથી ધનાઢ્ય એશિયનની યાદીમાં પ્રથમ ક્રમે આવ્યા છે.

વિશ્વના અગ્રણી બિનનિવાસી ભારતીય ઉદ્યોગપતિઓ શ્રીચંદ હિન્દુજા અને ગોપી હિન્દુજા (હિન્દુજા ગ્રુપના અનુક્રમે ચેરમેન અને કો-ચેરમેન) વર્ષ 2013માં બ્રિટનમાં વસતા એશિયાવાસીઓમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ તરીકે ઉભરી આવ્યા છે. આ બાબતમાં હિન્દુજા બંધુએ સ્ટીલ ઉદ્યોગના માંધાતા લક્ષ્મી મિત્તલને પાછળ રાખી દીધા છે.

હિન્દુજા બંધુની સંપત્તિ ગયા વર્ષની સરખામણીએ ત્રણ અબજ પાઉન્ડ વધીને 12.5 અબજ પાઉન્ડ (1,032 અબજ રૂપિયા) થઈ ગઈ છે. બીજી બાજુ, સ્ટીલની માગણી ઘટી જવાથી આર્સેલર મિત્તલનાં ચેરમેન અને સીઈઓ લક્ષ્મીની કુલ સંપત્તિ ઘટીને 11 અબજ પાઉન્ડ થઈ છે. ગયા વર્ષે એમની સંપત્તિ 13.5 અબજ પાઉન્ડ હતી.

શ્રીમંત એશિયન લોકોની યાદીમાં ભારતીય મૂળના લોર્ડ સ્વરાજ પૌલ 95મા નંબર પર છે. તેમની સંપત્તિ ગયા વર્ષની સરખામણીએ 17 કરોડ પાઉન્ડ વધીને 84.5 કરોડ થઈ છે. હિન્દુજા ગ્રુપે 1.1 અબજ પાઉન્ડની રકમ કેમિકલ બિઝનેસ સાથે સંકળાયેલા હૉટન ગ્રુપને ખરીદવા માટે વાપરી છે. હિન્દુજા ગ્રુપની ભારત સહિત 10 દેશોમાં 12 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે.

હિન્દુજા ગ્રુપ ભારત અને બ્રિટન વચ્ચે સંબંધોને ગાઢ બનાવવા માટે પણ પ્રયત્નશીલ રહે છે. ગ્રુપની ઈન્ડસઈન્ડ બેન્ક ભારતમાં બેન્કિંગ બિઝનેસ કરે છે.

English summary
Hinduja Brothers are richest Asian persons in Britain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X