પાકિસ્તાનમાં તૂટશે 79 વર્ષ જૂનું મંદિર, હિંદુઓ નારાજ

સેનાની પ્રશાસનિક શાખા 'ફ્રંટિયર વર્ક્સ ઓર્ગેનાઇજેશન'એ 1935માં બનેલા મહર્ષિ વાલ્મીકિ સ્વામીજી મંદિરની સાથે 53 ઘરોને પણ તોડવાના આદેશ આપ્યા છે. સેનાએ અત્રે કામ પણ શરૂ કરાવી દીધું છે. સંગઠન તેના સ્થાને પોતાનું બેરક બનાવવા માંગે છે.
અહેવાલ અનુસાર તેને તોડવાની નોટિસ 18 જુલાઇના રોજ આપવામાં આવી હતી, પરંતુ આદેશ 12 ઓગષ્ટના રોજ જારી કરવામાં આવ્યા. સંગઠનના અધિકારીઓએ આ સંબંધમાં કોઇ પણ ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો છે.
અહીંથી થોડેક દૂર સેનાના અધિકારીઓએ બંગલાઓનું નિર્માણ કાર્ય પણ ચાલુ કરી દીધું છે. મંદિરમાં 1992માં પણ તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ પાકિસ્તાન સરકારે તેનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. ત્યારથી જ મંદિરની પાસે 50 હિંદુ પરિવારો વસવાટ કરી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
