Miss World સ્પર્ધામાં ભાગ લેવા જઇ રહેલી બહેનોની પ્રેમીએ કરી હત્યા
લંડન, 20 નવેમ્બર: લંડનમાં આયોજિત મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેવા જઇ રહેલી બે બહેનોનું અપહરણ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. 13 નવેમ્બરથી ગુમ બંને બહેનો લંડન જતી વખતે અપહરણ કરી લેવામાં આવ્યું હતું. પોલીસને સોફિયાના પ્રેમી પ્લૂટાર્કો રૂઝ પર શંકા થઇ. શંકાના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ પૂછપરછમાં તેણે બધું જ કહી દીધું. પ્રેમીના જણાવ્યા પ્રમાણે પોલીસે બંનેના મૃતદેહ પણ મેળવ્યા. પોલીસે હત્યામાં ઉપયોગ કરેલા હથિયાર અને તેના મૃતદેહ માટે પ્રયોગ કરવામાં આવેલ વાહનને પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

એક રિપોર્ટ અનુસાર પ્લૂટાર્કો રૂઝે પોતાનો ગુનો કબૂલી લીધો છે. આપરાધિક તપાસ બ્રાંચના પ્રમુખે જણાવ્યું કે રાજધાની તેગુસીગલ્પાથી 180 કિમી દૂર સાંતા બારબરાની એક પહાડી નદીની સમીપ મારિયા અને તેની બહેન સોફિયાની લાશ મળી આવી હતી.












Click it and Unblock the Notifications
