હાઇટેક સ્ટૂડિયો અને એડવાન્સ મીડિયા ટેકનોલોજીવાળુ ISIS
મંગળવારે આઇએસઆઇએસે આતંકી જેહાદી જોનના મૃત્યુની પૃષ્ટી તેના મેગેઝિનમાં કરી. પહેલી વાર આઇએસઆઇએસએ આ રીતે કોઇ મીડિયાનો સહારો લઇને દુનિયાને ખબર આપ્યા. નોંધનીય છે કે પહેલા આઇએસઆઇએસએ અનેક વાર ઓનલાઇ મેગેઝિન કે પછી સોશ્યલ મીડિયાનો સહારો લીધો છે.
આઇએસઆઇએસ પાસે પોતાનું એક મીડિયા હાઉસ છે. તેના આ મીડિયા હાઉસમાં મેગેઝિનથી લઇને ન્યૂઝ ચેનલ અને પોતાનું એફએમ ચેનલ પણ છે. વળી જલ્દી જ આઇએસઆઇએસ સીરિયાના હોમ્સમાં પોતાનું એક સિનેમાહોલ પણ ખોલવાની છે. અત્યાર સુધી જ્યાં દુનિયા આઇએસઆઇએસના એડવાન્સ વેપન્સને લઇને જ ચિંતાતુર હતી ત્યાં તે એક મજબૂત મીડિયા વિંગ બનીને જે રીતે દુનિયાની સામે આવી રહ્યું છે તેનાથી દુનિયાના અનેક દેશોના હોશ ઉડી ગયા છે.

વિવિધ ભાષામાં
આઇએસઆઇએસએ વર્ષ 2014માં જેમ જેમ તેની ગતિવિધિઓ વધારવાનું શરૂ કર્યું તેમ તેમ તેણે અનેક ભાષામાં પોતાનું પબ્લિકેશન અને જાણકારી બ્રોડકાસ્ટ કરવાની શરૂ કરી. આ દ્વારા આઇએસઆઇએસ દુનિયાભરમાં પોતાની પહોંચ મજબૂત કરવા માંગતું હતું.

સાત મીડિયા આઉટલેટ્સ
ઇજિપ્તના એક રિસર્ચર સબરા-અલ-કાસિમ મુજબ આઇએસઆઇએસએ લગભગ ત્રણ મીલિયન ડોલર બજેટ પોતાની મીડિયા એક્ટિવીટી માટે રાખ્યું છે. કાસિમ મુજબ આઇએસઆઇએસ પાસે સાત મીડિયા આઉટલેટ્સ છે. જેના દ્વારા તે લોકોને પોતાની ચરમપંથી ધારામાં જોડે છે.

રેડિયોથી લઇને મેગેઝિન સુધી
આઇએસઆઇએસની પાસે હાલ અજનાદ, અલ-ફુકરાન, અલ-ઇતિસામ, અલ હયાત, માકાતિબ અલ-વેલાયાત, અલ બાયાન રેડિયા દાબિક મેગેઝિનની સાથે ઇરાક અને સીરીયા પ્રાંતમાં મીડિયા ઓફિસ છે.

સૌથી પોપ્યુલર
આઇએસઆઇએસની ઓનલાઇન મેગેઝિન દાબિક સંગઠન આ તમામમાંથી સૌથી પોપ્યુલર છે. આ વેબસાઇટ પર સંગઠનના 500 મિલિયન ડોલરની રકમ ઇનવેસ્ટ કરી છે. આઇએસઆઇએસએ દાબિકને પોતાના એજન્ડામાં આગળ વધવા માટે તેજીથી પ્રયોગ કરી રહી છે.

સૌથી હાઇટેક
આઇએસઆઇએસની પાસે આ સમયે હાઇટેક અજનાદ સ્ટૂડિયો છે. હાઇ ક્વોલિટી સાઉન્ડ રેકોર્ડિંગ ટેકનોલોજી વાળઆ આ સ્ટૂડિયાને 1 બિલિયન ડોલરના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આઇએસઆઇએસ પાસે હાલ એડવાન્સ કેમેરા પણ છે જેને કોઇ પણ કાર કે ગાડી પર લગાવીને કંઇ પણ શૂટ કરી શકાય છે.

અલ કાયદાને મળી મદદ
આઇએસઆઇએસને લગભગ 200 મિલિયન ડોલરની રકમ પોતાના ફાઉન્ડેશન અલ ફુરકાન પર ખર્ચ કરી રહી છે. આ ઓર્ગેનાઇજેશન આઇએસઆઇએસની સેકેન્ડ મીડિયા વિંગ છે. તેની શરૂઆત વર્ષો પહેલા અલ કાયદાની મદદથી કરવામાં આવી હતી પણ હવે તે આઇએસઆઇએસના કબ્જામાં છે.

500 મિલિયન ડોલર
આઇએસઆઇએસના અલ ઇલિસામ ચેનલ સંગઠનની ત્રીજી મીડિયા વિંગ છે જે 500 મિલિયન ડોલરની રકમ સાથે તૈયાર કરવામાં આવી છે. વળી ઇરાક અને સિરીયામાં આ ન્યૂઝચેનલના પોતાના રિપોર્ટેસ છે જે આઇએસઆઇએસના ફિલ્ડ એક્ટિવીટી વિષે દુનિયાને જાણકારી આપે છે.

આઇએસઆઇએસની ક્રૂરતા
અલ હયાત આઇએસઆઇએસની તે મીડિયા સેન્ટર છે જેનામાં 500 મિલિયન ડોલરથી પણ રકમ ઇનવેસ્ટ કરવામાં આવી છે. અલ હયાત આઇએસઆઇએસના પ્રમુખોનો ઇન્ટરવ્યૂ લે છે. વળી આ જ ચેનલ પાસેથી આઇએસઆઇએસના તમામ અપરાધો અને ક્રૂરતાના પુરાવા મળે છે. અલ હયાતે જ 21 ઇજિપ્ત ખ્રિસ્તીઓના માથા કલમ કરવાની ધટના બતાવી હતી.

પાંચમો મીડિયો
આઇએસઆઇએસએ 200 મિલિયન ડોલરની રકમ અલ વેલાયતમાં રોકી છે. આ ચેનલ આઇએસઆઇએસ હેઠળ આવેલા ભાગમાં રહેતા લોકોની વચ્ચે સંગઠનથી જોડાયેલી વાતોને ટેલીકાસ્ટ કરે છે.

100 મિલિયન ડોલર
આઇએસઆઇએસના પ્રપોગેન્ડાને ઇરાકના મોસુલ અને બીજા વિસ્તારો સમેત સીરિયામાં ટેલિકાસ્ટ કરવાની જવાબદારી અલ બયાન રેડિયા સંભાળે છે. ઇન્ટરનેટ પર પણ આઇએસઆઇએસની કેન્ટેન્ટ આ રેડિયા નેટવર્કથી જ ટેલિકાસ્ટ થાય છે. આમાં પણ આઇએસઆઇએસ 100 મિલિયન ડોલર ઇનવેસ્ટ કર્યા છે.

ક્યાં પણ પાછળ નથી
આ સાત આઉટલેટ્સ સિવાય ટિ્વટર અને ફેસબુક પર પણ આ સંગઠનના લગભગ 90,000 પેજ હાજર છે. જે બતાવે છે કે આઇએસઆઇએસ કેટલું મજબૂત થઇ ગયું છે.

યુવાનોને આકર્ષવા
આઇએસઆઇએસ આ તમામ સાત મીડિયા આઉટ્લેટ્સનો ઉપયોગ દુનિયાભરના યુવાનોને ચરમપંથી બનાવવા અને તેમને આકર્ષિત કરવા માટે કરે છે. આઇએસઆઇએસનો મુખ્ય લક્ષ જ વધુને વધુ યુવાનોને આકર્ષવાનો છે.

તુર્કીથી મળે છે મદદ
જેટલા પણ રિસર્ચ આ વિષય પર થયા છે તે પરથી સાફ થાય છે કે આઇએસઆઇએસ પોતાના મીડિયા ઓપરેશન માટે જરૂરી હાઇટેક ઉપકરણોને ખરીદવા માટે સૌથી વધુ પૈસા ખર્ચે છે. વળી તુર્કીથી પણ તેને મદદ મળે તેવા પણ દાવા કરવામાં આવે છે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
