For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાઉડી મોદીમાં પીએમ મોદીએ લગાવ્યુ ભાષા વિવાદ પર વિરામ, કહી દીધી આ ખાસ વાત

ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે હાઉડીના મંચ પરથી આખી દુનિયાને એક સૂરમાં સંદેશ આપી દીધો કે અમારો દેશ એક છે અને ત્યાં કોઈ પણ ભાષા કે સંસ્કૃતિ માટે કોઈ વિવાદ નથી.

|
Google Oneindia Gujarati News

ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે હાઉડીના મંચ પરથી આખી દુનિયાને એક સૂરમાં સંદેશ આપી દીધો કે અમારો દેશ એક છે અને ત્યાં કોઈ પણ ભાષા કે સંસ્કૃતિ માટે કોઈ વિવાદ નથી, ભારતની અલગ અલગ બોલી અને સંસ્કૃતિ જ અમારા દેશને એક દોરીમાં પરોવે છે, હાઉડી મોદી ઈવેન્ટમાં પીએમ નરેન્દ્ર મોદીએ ભારતની ભાષાઓ પર કહ્યુ કે ભારતમાં સેંકડો ભાષાઓ એકસાથે આગળ વધી રહી છે. મોદીએ કહ્યુ કે દેશમાં અલગ અલગ ભાષાઓ હોવી ભારતની ઉદારવાદી ઓળખ છે.

દેશમાં અલગ અલગ ભાષાઓ હોવી ભારતની ઉદારવાદી ઓળખ

દેશમાં અલગ અલગ ભાષાઓ હોવી ભારતની ઉદારવાદી ઓળખ

તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ હાઉડી મોદીમાં પોતાના ભાષણની શરૂઆત ભાષા પર વાત કરીને કરી. પહેલા મોદી ભારતની લગભગ બધુ મુખ્ય ભાષાઓમાં કહ્યુ કે બધુ સારુ છે. પીએમ મોદીએ આ વાત ત્યારે કહી છે જ્યારે ભારતમાં ગૃહમંત્રી અમિત શાહની એક ટિપ્પણી બાદથી હિંદી ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે લાગુ કરવાની ચર્ચા છેડાઈ ગઈ છે.

અમિત શાહે એક ભાષા અને એક રાષ્ટ્રની કરી હતી વકીલાત

અમિત શાહે એક ભાષા અને એક રાષ્ટ્રની કરી હતી વકીલાત

તમને જણાવી દઈએ કે અમિત શાહના આ નિવેદનનો વિરોધ તેમની જ પાર્ટીના અમુક દિગ્ગજ નેતાઓએ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હિંદી દિવસ (14 સપ્ટેમ્બર)ના પ્રસંગે અમિત શાહે કહ્યુ હતુ કે દેશમાં એક રાષ્ટ્ર અને એક ભાષા હોવી જોઈએ. એવામાં હિંદીને આખા દેશની ભાષા બનાવી દેવી જોઈએ.

આ પણ વાંચોઃ ‘હાઉડી મોદી' ઈવેન્ટઃ પાકિસ્તાન પર ગરજ્યા પીએમ મોદી, આતંક પર નિર્ણાયક લડાઈનો સમયઆ પણ વાંચોઃ ‘હાઉડી મોદી' ઈવેન્ટઃ પાકિસ્તાન પર ગરજ્યા પીએમ મોદી, આતંક પર નિર્ણાયક લડાઈનો સમય

પાકિસ્તાનને પણ ઝાટક્યુ

પાકિસ્તાનને પણ ઝાટક્યુ

પીએમ મોદીએ પાકિસ્તાનનુ નામ લીધા વિના તેના પર હુમલો કરતા કહ્યુ કે હવે આતંકવાદ પર નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે. હું આ તથ્ય પર જોર આપવા ઈચ્છુ છુ કે આ લડાઈમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ મજબૂતીથી ઉભા છે. તેમણે કહ્યુ કે અમુક લોકોને અનુચ્છેદ 370 હટાવી લેવાની સમસ્યા છે. આ એ જ લોકો છે જે પોતાના જ દેશ પર વ્યવસ્થિત શાસન નથી કરી શકતા. આ એ જ લોકો છે જે આતંકવાદને ઢાલ બનાવે છે અને તેનુ પોષણ કરે છે. આખી દુનિયા તેમને બહુ સારી રીતે જાણે છે.

આતંકવાદ પર નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો

આતંકવાદ પર નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો

અનુચ્છેદ 370 પર બોલતા પીએમ મોદીએ કહ્યુ કે આ અનુચ્છેદે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોના વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. આતંકવાદી અને અલગાવવાદી તત્વ આ સ્થિતિનો લાભ ઉઠાવી રહ્યા હતા. હવે ત્યાં લોકોને સમાન અધિકાર મળી રહ્યા છે. તેમણે કહ્યુ કે અમે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને પણ ફેરવેલ આપી દીધુ છે.

English summary
howdi modi pm modi in us celebrates india's linguistic diversity days after hindi row
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X