For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ શુક્રવારે થઇ શકે છે પૃથ્વીનો અંત!

|
Google Oneindia Gujarati News

23 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી એક ઉલ્કાપિંડ પૃથ્વીની તરફ વધી રહ્યો છે. ભારત જેવા કેટલાય દેશોને સેકન્ડમાં પૂરો કરવાની ક્ષમતા આ ઉલ્કાપિંડમાં છે. આ ઉલ્કાપિંડ શુક્રવારે પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે. નાસાથી માંડીને દુનિયાભરના તમામ વૈજ્ઞાનિકો હાલ આ ઉલ્કાપિંડ પર નજરો નાંખીને બેઠા છે.

નાસાના વૈજ્ઞાનિકો પૂરી રીતે એલર્ટ છે. વૈજ્ઞાનિકો વારંવાર તેની ગતિ અને દિશા અંગે ધ્યાન રાખી રહ્યા છે. આ ઉલ્કાપિંડનું નામ 2014-YB25 છે. અને તેની પહોળાઇ 1000 મીટર છે.

બર્કિંહમશાયર યુનિવર્સિટિના એસ્ટ્રોનોમર પ્રો બિલ નેપિયરના કહેવા પ્રમાણે આ એસ્ટ્રોયડ આમ તો પૃથ્વીની પાસેથી પસાર થવાનો છે પણ તેમ છતાં પૃથ્વીને છે આનાથી મોટો ખતરો. કારણ કે જો તેણે તેનો માર્ગ થોડોક પણ બદલ્યો તો પૃથ્વી પર મચી જશે તબાહી.

આ ઉલ્કાપિંડથી જોડાયેલી કેટલીક માહિતી તમે આવનારા સ્લાઇડરમાં જોશો.

5000 વર્ષમાં એક વાર આવું થાય છે

5000 વર્ષમાં એક વાર આવું થાય છે

અનેક વાર પૃથ્વીની પાસેથી નાના-મોટા ઉલ્કાપિંડ પસાર થતા હોય છે. પણ આટલો મોટો અને સક્ષમ ઉલ્કાપિંડ 5 હજાર વર્ષમાં એક વાર આવે છે.

તસ્વીરો ખેંચવામાં આવી રહી છે

તસ્વીરો ખેંચવામાં આવી રહી છે

નાસાએ પોતાની પ્રયોગશાળામાં મોટા-મોટા કેમેરા સ્થાપિત કર્યા છે જે સેટેલાઇટની મદદથી આ ઉલ્કાપિંડની તસ્વીરો હાલ ખેંચી રહ્યા છે.

1000 એટમ બોમ્બની તાકાત

1000 એટમ બોમ્બની તાકાત

જો આ ઉલ્કાપિંડ પૃથ્વીથી અથડાશે તો તે 15,000 મેગાટન ટીએનટી ઉર્જા પેદા કરશે. હીરોશીમા પર ફેકેલા એટમ બોમ્બે 15 કિલોટન ટીએનટી ઉર્જા નીકાળી હતી. એટલે કે આ ઉલ્કાપિંડની તાકાત 1000 એટમ બોમ્બ જેટલી છે.

સુનામી આવવાની શક્યતા

સુનામી આવવાની શક્યતા

વૈજ્ઞાનિકોના મતે આવા મોટા ઉલ્કાપિંડ પૃથ્વી પાસેથી પસાર થવાના કારણે પૃથ્વી પર સુનામી, ભૂકંપ અને વાતાવરણમાં પરિવર્તન આવી શકે છે.

1908માં થઇ હતી તબાહી

1908માં થઇ હતી તબાહી

1908માં સાઇબેરિયામાં ઉલ્કાપિંડ પડ્યો હતો. તે વખતે 8 કરોડ વૃક્ષ સાફ થઇ ગયા હતા. અને તેના કારણે રુસમાં પણ ભૂકંપ આવ્યો હતો.

ઉલ્કાપિંડથી જોડાયેલી કેટલીક માહિતી

ઉલ્કાપિંડથી જોડાયેલી કેટલીક માહિતી

નાસાના વૈજ્ઞાનિકો પૂરી રીતે એલર્ટ છે. વૈજ્ઞાનિકો વારંવાર તેની ગતિ અને દિશા અંગે ધ્યાન રાખી રહ્યા છે. આ ઉલ્કાપિંડનું નામ 2014-YB25 છે. અને તેની પહોળાઇ 1000 મીટર છે.

English summary
NASA on alert as HUGE Asteroid 2014-YB35 set to 'skim past Earth' at 23,000 mph on Friday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X