વીડિયો: ઇટલી શહેરમાં ટકરાયું તોફાન, રુંવાટા ઉભા કરતી તસવીરો
ઇટલીના દક્ષિણ પશ્ચિમ શહેર સલેનોમાં એક વોટરસ્પાઉટ શહેર તરફ આગળ વધવાની ફોટો અને વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ તોફાનની ખોફનાક તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તોફાનમાં હજુ સુધી કોઈ પણ જાનમાલ નુકશાન વિશે ખબર નથી મળી. આ ઘટના ત્રણ દિવસ પહેલાની જણાવવામાં આવી રહી છે, જેની તસવીરો હાલમાં સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
વોટરસ્પાઉટ એક વંટોળ જેવું હોય છે જે પાણી ઉપર બને છે, જયારે ઠંડી અને અસ્થિર હવા ગરમ પાણી પરથી પસાર થાય છે. જમીન પર અથડાવવાની સાથે જ વોટરસ્પાઉટ ખતમ થઇ જાય છે. સ્થાનીય લોકોએ વોટરસ્પાઉટ સલેનો શહેર તરફ વધતા તેના ફોટો અને વીડિયો શેર કર્યા છે, જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ પણ થઇ રહ્યા છે.
આ પણ વાંચો: માતાની સેલ્ફીએ તેના પુત્રને સજામાંથી બચાવ્યો, નહીં તો થઇ જતી 99 વર્ષની જેલ
નજરે જોનાર લોકોએ જણાવ્યું કે બે દિવસ પહેલા આ તોફાન શહેર તરફ આગળ વધી રહ્યું હતું. Vietri Sul Mare માં વોટરસ્પાઉટને કેમેરામાં કેદ કરનાર Antonio Stanzione ઘ્વારા યુરો ન્યુઝને જણાવવામાં આવ્યું કે આ પહેલા આવો નજારો પહેલા ક્યારેય પણ જોવા મળ્યો ના હતો. મળતી માહિતી અનુસાર આ તોફાનમાં જહાજ અને કેટલાક કાર્ગો કન્ટેનરને નુકશાન પહોંચ્યું છે. પરંતુ કોઈના પણ ઘાયલ થવાની ખબર નથી આવી.
#Surprise! A powerful #WaterSpout in Salerno, Campania, S Italypic.twitter.com/oYKJWGA3X4
— Ranjit atman (@AtmanRanjit) November 21, 2018
View this post on InstagramA post shared by Antonio Stanzione (@antoniostan37) on Nov 20, 2018 at 6:28am PST
#Salerno tromba d'aria al porto commerciale pic.twitter.com/2oDAkR7TlQ
— Silvia Ferrara (@SiSituni) November 20, 2018