માતાની સેલ્ફીએ તેના પુત્રને સજામાંથી બચાવ્યો, નહીં તો થઇ જતી 99 વર્ષની જેલ
સેલ્ફીના લીધે ઘણા લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે, પરંતુ તાજેતરમાં આ સેલ્ફીએ એક યુવાનને જેલ થતા બચાવી લીધો છે.
સેલ્ફીના લીધે ઘણા લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે, પરંતુ તાજેતરમાં આ સેલ્ફીએ એક યુવાનને જેલ થતા બચાવી લીધો છે. અમેરિકાના ટેક્સસમાં એક 21 વર્ષના યુવાનને તેની માતા દ્વારા ખેંચવામાં આવેલી સેલ્ફીએ બચાવી લીધો, નહિ તો તેને 99 વર્ષની જેલ થઇ જતી. 21 વર્ષીય ક્રિટોફર પ્રીકોપિયા પર તેમની એક્સ ગર્લફ્રેન્ડએ આક્ષેપ લગાવાયો હતો કે તેઓએ છોકરી પર હુમલો કર્યો અને તેમને મારી નાખવાની ધમકી આપી હતી. છોકરીએ એમ પણ કહ્યું કે ક્રિસ્ટોફરએ તેની છાતી પર બોક્સ કટરથી એક્સનું ચિહ્ન બનાવ્યું.

એક્સ ગર્લફ્રેન્ડએ લગાવ્યા હતા ખોટા આરોપો
એક્સ ગર્લફ્રેન્ડએ આક્ષેપ કર્યો હતો કે ક્રિસ્ટોફર 20 સપ્ટેમ્બર, 2017 એ તેમના ઘરે આવ્યા હતા અને તેમના પર હુમલો કર્યો. આ આરોપો બાદ ક્રિસ્ટોફરની પછીના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ચાલી તો ક્રિસ્ટોફરની માતા દ્વારા ખેંચવામાં આવેલી સેલ્ફી તેમની નિર્દોષતાનો મહત્વનો પુરાવો બની. હકીકતમાં તેમની એક્સ ગર્લફ્રેન્ડએ પોલીસને ઘટનાનો જે સમય જણાવ્યો, તે સમયે ક્રિસ્ટોફર પોતાના પરિવાર સાથે ઉત્તરપશ્ચિમ ઓસ્ટિનમાં હતા.

માતાની સેલ્ફીએ જેલ જતા બચાવ્યો
તેમની માતા ઇરીનએ કેટલાક ફોટોગ્રાફ્સ પણ લીધા હતા, જે તેમણે કોર્ટમાં સુનાવણી દરમિયાન રજૂ કર્યા હતા. આ સેલ્ફી લેતા સમયે જીપીએસ ઓન હોવાના કારણે, તેનું લોકેશન પણ આવી ગયું. તેમણે આ સેલ્ફીને કોર્ટમાં રજુ કરી, જે એક મુખ્ય પુરાવા તરીકે લેવામાં આવી. કોર્ટે આ વર્ષે જૂનમાં ક્રિસ્ટોફર પર લાગેલો આરોપ દૂર કર્યો છે. તેમની માતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભગવાનની કૃપાથી છોકરીએ તે દિવસ કહ્યો જ્યારે તેનો પુત્ર તેની સાથે હતો.

થઇ શકતી હતી મહત્તમ 99 વર્ષની જેલ
કોર્ટના આરોપોને દૂર કર્યા પછી, તેમની એક્સ-ગર્લફ્રેન્ડએ સ્વીકાર્યું કે આ આરોપો ખોટા હતા. બંનેએ હાઇસ્કૂલમાં એકબીજાને ડેટ કર્યા હતા અને બંને વચ્ચે ત્યારે કેટલીક સમસ્યાઓ હતી. ક્રિસ્ટોફરને 1.5 લાખ યુએસ ડોલરની બેલ પછી છોડવામાં આવ્યો હતો. જો તેની માતા કોર્ટમાં આ પુરાવા રજૂ ન કરતી તો તેમને મહત્તમ 99 વર્ષ જેલની સજા થઈ શકતી હતી.












Click it and Unblock the Notifications
