For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોર્થ કેરોલિનામાં વાવાઝોડાં ફ્લોરેન્સે મચાવી તબાહી, જુઓ વીડિયો

વાવાઝોડાંને પગલે ઠેર-ઠેર ભરાયાં પાણી, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

નોર્થ કેરોલિનાઃ ખતરનાક વાવાઝોડું ફ્લોરેન્સ અમેરિકાના દક્ષિણ પૂર્વ રાજ્ય નોર્થ કેરોલિના સાથે અથડાયું છે. ગુરુવારે સાંજે વાવાઝોડું ટકારાતાની સાથે જ રાજ્યમાં ભારે વરસાદ અને તેજ પવન ફુંકાવા લાગ્યા. કેટલાંય વૃક્ષો ધરાશાયી થયાં છે અને આજુબાજુમાં તબાહી મચી છે. આ તોફાનના કારણે 1,58,000થી પણ વધુ ઘર અને ઑફિસની વિજળી ગુલ થઈ ગઈ છે. રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે પાણી અને રેતીના હાઈવે પણ બ્લોક થઈ ગયા છે. વાવાઝોડાંના કારણે નોર્થ કેરોલિનાના કેટલાય વિસ્તારમાં 11 ફીટ ઉંચી લહેર ઉઠી રહી છે.

વાવાઝોડાંએ મચાવી તબાહી

વાવાઝોડાંએ મચાવી તબાહી

આ વાવાઝોડાંને કેટેગરી 4માં રાખવામાં આવ્યું હતું, વાવાઝોડાં બાદ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફુંકાઈ રહ્યા છે. પૂર અને વાવાઝોડાના કારણે અમેરિકાના રાજ્ય નોર્થ કેરોલિનાના શહેર ન્યૂ બર્નની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. 30,000ની વસ્તી વાળા આ શહેર નેયૂઝ નદીના કાંઠે આવેલ છે અને તોફાનને પગલે પાણી ખતરનાક સપાટીને પાર કરી ગયું છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યું છે. અમેરિકી જિયોલોજિકલ સર્વે તરફથી કહેવામાં આવ્યું છે કે ગુરુવાર રાત્રે અટલાંટિક સમુદ્ર પર અંદાજીત 12.5 ઈંચ વર્ષાદ નોંધાયો. વાવાઝોડાંને પગલે ગવર્નર રૉય કપૂરે બેરિયર આયલેન્ડથી તમામ લોકોને સુરક્ષિત કાઢવાના આદેશ પહેલેથી જ આપી દીધા હતા.

બપોરથી જ હાલાત બેકાબૂ

કૂપરના આદેશને પગલે કેટલાય વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડાં બાદ એવૉન બીચ, કેરોલિના બીચ અને ટોપસાઈલ બીચ જેવા કેટલાય પ્રખ્યાત વિસ્તારોના ઘરમાં બપોરથી જ પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું હતું. કેરોલિના બીચના અધિકારીઓએ રાત્રે 10.30 વાગ્યે સ્નો કટ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. વાવાઝોડાં બાદ હેવેલૉકમાં સ્થિતિ ન્યૂઝ નદી પર ચેરી બ્રાંચ ફેરી ટર્મિનલ પર 10 ફીટથી ઉંચી લહેરો ઉઠી રહી હતી જે સામાન્યથી વધારે છે.

હજારો ફ્લાઈટ કેન્સલ થઈ

ઈમરજન્સી મેનેજમેન્ટ ડાયરેક્ટર માઈક સ્પ્રેબેરીએ જણાવ્યું કે 12000 જેટલા લોકોને 126 શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. ગવર્નરે જણાવ્યું કે 7,50,000થી 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાત્રે 10.45 મિનિટે કેરોલિનાના કેટલાય વિસ્તારોમાં વીજળી ચાલી ગઈ હતી. સાથે જ નોર્થ કેરોલિનાથી જતી અને અહીં આવતી તમામ ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે.

આ સિરિયલ કિલરે 33 પરિવારને કરી નાખ્યા બરબાદ, થઈ ધરપકડ આ સિરિયલ કિલરે 33 પરિવારને કરી નાખ્યા બરબાદ, થઈ ધરપકડ

English summary
Hurricane Florence hits North Carolina more than 158,000 to lose power in US
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X