For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારગિલ અભિયાન પર મને ગર્વ છે: મુશર્રફ

By Super
|
Google Oneindia Gujarati News

Pervez-Musharraf
કરાચી, 28 માર્ચઃ પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક પરવેજ મુશર્રફે કહ્યું કે તેમને કારગિલ અભિયાન પર ગર્વ છે, જે દરમિયાન 1999માં પાકિસ્તાની સૈનિક નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય સીમામાં ઘુસી ગયા હતા. મુશર્રફે જ્યારે કરાચીમાં એક સંવાદદાતા સંમેલનમાં કારગિલ મુદ્દે તેમની ભૂમિકાની આલોચના અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે ઉક્ત ટિપ્પણી કરી હતી. કારગિલ અભિયાન દરમિયાન મુશર્રફ પાકિસ્તાની સેનાના પ્રમુખ હતા. બાદમાં તે પ્રધાનમંત્રી નવાજ શરીફની સરકાર પાડીને સત્તારૂઢ થયા.

મુશર્રફ આગામી સામાન્ય ચૂંટણીમાં ઉત્તર પાકિસ્તાનના ચિત્રાલથી સંસદીય ચૂંટણી લડશે. આ ઘોષણા તેમની રાજકિય પાર્ટીનાં સભ્યોએ કરી છે. ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એપીએમએલ) ના નેતા શાહજાદા ખાલિદ પરવેજે કહ્યું કે મુશર્રફ ચિત્રાલથી નામાંકન પત્ર ભરશે. પરવેજે કહ્યું છે કે એપીએમએલે નિર્ણય કર્યો છે કે મુશર્રફનું નામાંકન પર્વતિય વિસ્તારોથી કરાવવામાં આવશે જ્યાં પાર્ટીનું મજબૂત વોટ બેન્ક છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે એપીએમએલ પ્રમુખ આ ક્ષેત્રથી સેહલાયથી જીતી જશે.

મુશર્રફે કહ્યું કે મને કારગિલ અભિયાન પર ગર્વ છે. અદાંજે ચાર વર્ષ સુધી સ્વ.નિર્વાસનમાં રહ્યાં બાદ રવિવારે પાકિસ્તાન પરત ફરનાર પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેણે પોતાની વાપસી માટે કોઇની સાથે કોઇ સમજૂતી કરી નથી. મુશર્રફે દાવો કર્યો છે કે તે દેશ અને જતનાના હિતમાં પાકિસ્તાન પરત ફર્યા છે. પાકિસ્તાન આવ્યા બાદ પોતાની પ્રથમ પત્રકાર પરિષદમાં પૂર્વ સૈન્ય શાસકે કહ્યું કે હું એ લોકોમાંથી છું જે દેશ અને તેના નાગરીકો અંગે વિચારે છે. પાકિસ્તાનમાં 11 મેએ થનારી સામાન્ય ચૂંટણી માટે ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ પાર્ટીની આગેવાની કરવા દેશ પરત ફરેલા મુશર્રફે કહ્યું કે તે હાલ નહીં કહી શકે કે તેમની પાર્ટી કેટલી બેઠક જીતી શકશે.

English summary
Former military ruler Pervez Musharraf on Wednesday said he was "proud of the Kargil operation", during which Pakistani troops had crossed the line of control (LoC) and occupied positions on the Indian side in 1999.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X