બિડેનની ડિજિટલ ટીમમાં ભારતવંશી Aisha Shahને મહત્વની જવાબદારી
વૉશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેનની ટીમમાં વધુ એક ભારતવંશીને જબરી જવાબદારી મળી છે. બિડેનની ટીમમાં જગ્યા મેળવનાર કાશ્મીરમાં જન્મેલ આયેશા શાહ છે જેમણે વ્હાઈટ હાઉસના ડિઝિટલ રણનીતિ ટીમમાં સીનિયર પોઝિશન આપવામાં આવી છે. બિડેને સોમવારે વ્હાઈટ હાઉસની ડિઝિટલ રણનીતિની ટીમનું એલાન કર્યું હતું.
બિડેનની ટ્રાંજિશન ટીમ મુજબ આયશા શાહને વ્હાઈટ હાઉસની ઑફિસ ઑફ ડિજિટલ સ્ટ્રેટેજીની પાર્ટનરશિપ મેનેજર બનાવવામાં આવી છે. આ ટીમના હેડ રૉબ ફ્લાહેર્ટી હશે.
બિડેનના કેમ્પેનમાં મેનેજર હતાં
અમેરિકાના લુઈજિયાના પ્રાંતમાં ઉછરેલાં આયશા શાહ બિડેનના કેમ્પેનમાં ડિઝિટલ સ્ટ્રેટેજી મેનેજર રહી ચૂક્યાં છે. વર્તમાનમાં તેઓ સ્મિથ્સૉનિયન ઈન્સ્ટીટ્યૂટમાં એડવાંસ સ્પેશિયાલિસ્ટના રૂપમાં કામ કરી રહ્યાં છે. અગાઉ શાહે જૉન એફ કેનેડી સેંટર ફોર પરફોર્મિંગ આર્ટ્સના કોર્પોરેટ ફંડની આસિસ્ટેન્ટ મેનેજરના પદ પર કામ કર્યું છે.
આયશા શાહે સોશિયલ ઈમ્પેક્ટ કોમ્યુનિકેશન પર કામ કરતી સંસ્થા Buoyમાં રણનૈતિક સંચાર વિશેષજ્ઞના રૂપમાં કામ કર્યું છે. સાથે જ તેણે સ્પિટફૉયર સ્ટ્રેટેજીમાં પણ કામ કર્યું જ્યાં સામાજિક પરિવર્તન માટે એક ઉપકરણ તરીકે પૉપ સંસ્કૃતિને સક્ષમ કરવા પર કામ કર્યું.
બિડેને પોતાના સંદેશમાં ટીમ વિશે કહ્યું કે, નિષ્ણાંતોની વિવિધતાથી ભરેલી આ ટીમ પાસે ડિઝિટલ રણનીતિમાં વ્યાપક અનુભવ છે અને આ વ્હાઈટ હાઉસની નવી રીતથી અમેરિકી લોકોને જોડવામાં મદદ કરશે. બિડેનની ટ્રાંજિશન ટીમે કહ્યું કે, આ વિવિધ નિપુણ અને પ્રતિભાશાળી વ્યક્તિ એમ દેખાડે છે કે નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ એક એા પ્રશાસનનું નિર્માણ કરી રહ્યા છે જેમાં અમેરિકાની ઝલક જોવા મળે છે અને તેઓ પહેલા દિવસથી જ પરિણામ આપવા માટે તૈયાર છે.