ભારત પાકિસ્તાનને તોડવાની કોશિશ કરી રહ્યુ છે: ઇમરાન ખાન

Subscribe to Oneindia News

પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના પ્રમુખ ઇમરાન ખાનભારત અને પોતાના દેશના પ્રધાનમંત્રી નવાઝ શરીફ પર ઝેર ઓક્યુ છે. ક્રિકેટરમાંથી નેતા બનેલા ઇમરાન ખાન કહે છે કે ભારત આપણી સાથે લડી શકતો નથી કારણકે આપણે પણ પરમાણુ તાકાત ધરાવીએ છીએ. અને એટલા માટે જ તે બીજો રસ્તો અપનાવીને પાકિસ્તાનને તોડવાની કોશિશ કરી રહ્યો છે. સોમવારે રાત્રે આતંકવાદી હુમલાના શિકાર બનેલા ક્વેટાના પોલિસ ટ્રેનિંગ સેંટરની સ્થિતિ જાણવા ક્વેટા જવા રવાના થતા પહેલા પોતાના ઘરની બહાર ઇમરાન ખાને આ વાત કહી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ઇમરાનના સમર્થકો ત્યાં ઉપસ્થિત હતા. ઇમરાને બલૂચિસ્તાનના મુખ્યમંત્રીની આતંકવાદી હુમલામાં ભારતનો હાથ હોવાની વાત અંગે કહ્યુ કે જો તમારી પાસે સાબિતિ હોય તો તેને દુનિયા સામે કેમ લાવતા નથી.

imran khan

પાકિસ્તાનની સુરક્ષા માટે નવાઝ શરીફ ખતરો

ઇમરાન ખાને પાકના પીએમ પર દેશની સુરક્ષા સાથે રમત રમવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે શરીફ દેશની સુરક્ષા માટે ખતરો બની ગયા છે. ઇમરાને કહ્યુ કે પનામા પેપર લીક બાદ પ્રધાનમંત્રી જવાબદેહીથી ભાગી રહ્યા છે. ઇમરાને ખાને પોતાના જલસામાં ભીડ બતાવવા માટે દહેશતગર્દોની મદદ લીધી હોવાના આરોપો પર નિશાન સાધતા જણાવ્યુ કે આ જે લોકો મને સાંભળવા આવ્યા છે તેમાંથી કોન દહેશતદર્દ દેખાય છે. ઇમરાને કહ્યુ કે મારી રેલીમાં સામાન્ય જનતા આવે છે, જેમાં નોકરિયાતો, મજૂરો, ડૉક્ટરો, છાત્રો અને ઘરે કામ છોડીને આવતી સ્ત્રીઓ હોય છે. તેમણે કહ્યુ કે આ બધા દહેશતગર્દ નહિ સામાન્ય જનતા છે. ઇમરાને ક્વેટા હુમલાની કડક નિંદા કરી હતી.

English summary
imran khan says Nawaz Sharif has become a security risk for Pak
Please Wait while comments are loading...