For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિમાનમાંથી ઉતારી યુએસ અધિકારીઓએ ઇમરાનની કરી પૂછપરછ

|
Google Oneindia Gujarati News

imaran khan
ઇસ્લામાબાદ, 27 ઓક્ટોબર: પાકિસ્તાનમાં થનારા અમેરિકન ડ્રોન હુમલાનો વિરોધ કરવો પૂર્વ ક્રિકેટર અને રાજનેતા ઇમરાન ખાનને ત્યારે ભારે પડી ગયો જ્યારે અમેરિકન અધિકારીઓએ તેમને ન્યૂયોર્ક જનારા વિમાનથી ઉતારીને ઘણા સમય સુધી પૂછપરછ કરી.

ઇમરાને પોતાના ટ્વિટર એકાઉન્ટમાં લખ્યું છે કે અમેરિકન અધિકારીઓએ કેનાડામાં મને ન્યૂયોર્ક જનારા વિમાનમાંથી ઉતારી દીધો અને ડ્રોન હુમલાને લઇને પૂછપરછ કરવા લાગ્યા. ઇમરાને જણાવ્યું કે ડ્રોન હુમલાને લઇને મારો અભિપ્રાય જગ જાહેર છે. તેઓ આ હુમલાને રોકવાના હિમાયતી છે.

ટોરેન્ટોના પીયરસન ઇન્ટરનેશલ હવાઇમથક પર ઇમરાનની સાથે આ દૂર્વ્યવહાર કરાયો હતો, જોકે પૂછપરછ બાદ તેમને ન્યૂયોર્ક જતી ફ્લાઇટ રવાના કરાયા હતા. તેમની સાથે અન્ય પાકિસ્તાની નેતાઓ પણ હતા, જેઓ નિયત સમયે ન્યૂયોર્ક પહોંચી ગયા હતા.

ઇમરાન ખાનની પાર્ટીના પ્રવક્તા શફ્કત મહેમૂદે અમેરિકન અધિકારીઓના આ વલણ પર નારાજગી વ્યકત કરતા જણાવ્યું કે અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ. અમેરિકાએ આ અંગે માફી માગવી જોઇએ. જ્યારે અમેરિકન અધિકારીઓએ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો છે.

English summary
Pakistani cricketer turned politician Imran Khan was taken off a New York bound plane here and claimed that he was questioned by American officials about his stance on US drone strikes in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X