For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા સામે IAEAના પ્રસ્તાવથી ભારતે જાળવ્યુ અંતર, વોટિંગમાં ન લીધો ભાગ

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એટલે કે IAEAના બોર્ડ ઑફ ગર્વનર્સે યુએનાં રશિયા સામે પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં ભારતે ભાગ ન લીધો.

|
Google Oneindia Gujarati News

જેનેવાઃ યુક્રેન પર જે રીતે રશિયાએ હુમલો કર્યો છે ત્યારબાદ રશિયા સામે તમામ પશ્ચિમી દેશો એક પછી એક આકરા પ્રતિબંધો લગાવી રહ્યા છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એટલે કે IAEAના બોર્ડ ઑફ ગર્વનર્સે યુએનાં રશિયા સામે પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં ભારતે ભાગ ન લીધો. ભારતે આ પ્રસ્તાવથી અંતર જાળવ્યુ છે. આઈએઈએ પોતાના પ્રસ્તાવમાં બુધવારે પરમાણુ પાવર પ્લાન્ટની આસપાસ યુદ્ધના જોખમને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આને લઈને રશિયા સામે એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેમાં કુલ 26 દેશોએ આના પક્ષમાં વોટ કર્યો જ્યારે બે દેશોએ આના વિરોધમાં વોટ કર્યો. વળી, ભારત ઉપરાંત પાકિસ્તાન, સેનેગલ, વિયેતનામ, દક્ષિણ આફ્રિકાએ આ વોટિંગમાં ભાગ ન લીધો.

PM

રશિયા અને ચીને આ પ્રસ્તાવ સામે વોટ કર્યો અને પોતાની સ્થિતિને સ્પષ્ટ કરવા માટે ચીનના પ્રતિનિધિ વાંગ કુને કહ્યુ કે આ પ્રસ્તાવમાં ઘણા રાજકીય કારણોને રજૂ કરવામાં આવ્યા છે જેના કારણે આઈએઈએની સ્વતંત્રતા નબળી પડી છે. બધા પક્ષોના સૂચનો અને સંશોધન વિના આને સંબંધિત દેશોને બળજબરીથી થોપવામાં આવ્યા છે. માટે વોટ માટે આ બળજબરી પ્રસ્તાવનો સ્વીકાર કરી શકાય નહિ. આના કારણે અમે આની સામે વોટ કરી રહ્યા છે. ચીને ઉઝબેકિસ્તાનમાં પરમાણુ પ્લાન્ટની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે.

તમને જણાવી દઈએ કે IAEAમાં કુલ 35 દેશો શામેલ છે, આમાં એક બોર્ડ ઑફ ગવર્નર છે. આ યુએન દ્વારા રચિત એક એજન્સી છે કે જે પરમાણુ પ્લાન્ટ પર નજર રાખે છે. રશિયા સામે પ્રસ્તાવને પોલેન્ડ અને કેનેડાએ તૈયાર કર્યો છે. નોંધનીય વાત છે કે આ પહેલા યુએનએચઆરસીમાં પણ રશિયા સામે પ્રસ્તાવનુ ભારતે સમર્થન નહોતુ કર્યુ અને ખુદને આ વોટિંગથી દૂર રાખ્યુ હતુ. આઈએઈએના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ હતુ કે રશિયા તત્કાલ પ્રભાવથી યુક્રેનમાં ચર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ હુમલાને રોક, યુક્રેન પ્રશાસનને ફરીથી આના પર પૂરુ નિયંત્રણ મેળવી દેવામાં આવે અને આની રક્ષા કરવા દેવામાં આવે.

આ દરમિયાન જેનેવામાં 49માં માનવ અધિકાર કાઉન્સિલ સેશન દરમિયાન યુક્રેનના મુદ્દે ભારતે દેશની અંદર માનવાધિકારોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યુ કે અમે યુક્રેનમાં માનવાધિકારોની સ્થિતિ બગડવાથી ચિંતિત છીએ. ભારતે કહ્યુ કે અમે અપીલ કરીએ છીએ કે તરત જ હિંસાને રોકવામાં આવે અને સ્થિતિને સામાન્ય કરવામાં આવે. લોકોના જીવ માટે કોઈ સમાધાન ન કરી શકાય. વાતચીત અને કૂટનીતિ પરસ્પર મતભેદને ખતમ કરવા માટે એકમાત્ર વિકલ્પ છે.

English summary
India abstains from voting against Russia of IAEA resolution
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X