For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં જન્મેલા મમનૂન હુસૈન બન્યા પાક.ના 12માં રાષ્ટ્રપતિ

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 31 જુલાઇઃ પાકિસ્તાના 12માં રાષ્ટ્રપતિનું પદ ભારતમાં જન્મેલા મમનૂન હુસૈને જીતી લીધું છે. ગતકાલે થયેલી ચૂંટણીમાં તેમણે બાજી મારી લીધી અને આ પોદ પોતાના નામે કરી લીધું. આગરામાં જન્મેલા મમનૂન હુસૈનને નિર્વિવાદ રૂપે પાકિસ્તાનના 12માં રાષ્ટ્રપતિ તરીકે નિર્વાચિત કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન પ્રધાનમંત્રી નવાજ શરીફની નજીકના ગણાતા 73 વર્ષીય હુસૈન આગામી નવ સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે. તે વર્તમાન રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીનું સ્થાન લેશે.

પાક મીડિયા રીપોર્ટ અનુસાર, પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજના નેતા મમનૂન હુસૈનને પાકિસ્તાન તહરીફ એ ઇન્સાફ પાર્ટીના ઉમેદવાર પૂર્વ ન્યાયાધીશ વજીહુદ્દીન અહમદને એકતરફી ચૂંટણીમાં હરાવીને જીત હાંસલ કરી છે. તેમની ઉમેદવારી વખતે જ તેમની જીતના કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા.

pakpresident
ચૂંટણીની તારીખોમાં ફેરબદલ કરવામાં આવતા નારાજ પીપીપીએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો અને પોતાના નેતા રજા રબ્બાનીની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. અનાધિકારીક આંકડા અનુસાર સીનેટ અને નેશનલ અસેમ્બલીમાં કુલ 277 વોટ પડ્યા. હુસૈનને જીત માટે 263 વોટની જરૂર હતી, જેને તેમણે સહેલાયથી હાંસલ કરી લીધા. બીજી તરફ તરહીર એ પાકિસ્તાનના ઉમેદવાર અહમદના પક્ષમાં માત્ર ત્રણ મત પડ્યા, જ્યારે ત્રણ મત ચૂંટણી અધિકારીઓ દ્વારા ખારીજ કરી દેવામાં આવ્યા.

પાકિસ્તાનના સિંઘ પ્રાન્તના પૂર્વ ગવર્નર રહી ચૂકેલા મમનૂન હુસૈનનો જન્મ ઐતિહાસિક મહત્વ ધરાવતા ભારતના આગરામાં થયો હતો. તેમણે 1965માં ઇન્સ્ટીટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.

English summary
India born Mamnoon Hussain, a close aide of Prime Minister Nawaz Sharif, was elected as the 12th President of Pakistan and will replace incumbent Asif Ali Zardari in September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X