For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે 100 કરોડ રસીકરણનો ઐતિહાસિક લક્ષ્ય હાંસલ કર્યો, WHOએ શુભેચ્છા પાઠવી

ભારતે 100 કરોડ રસીકરણનો ઐતિહાસિક લક્ષ્ય હાંસલ કર્યો, WHOએ શુભેચ્છા પાઠવી

|
Google Oneindia Gujarati News

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ભારતને 100 કરોડનો ઐતિહાસિક રસીકરણ લક્ષ્ય હાંસલ કરવા માટે શુભેચ્છા પાઠવી છે. સરકારી આંકડાઓ મુજબ ભારતમાં ત્રણ- ચતુર્થ (75%) વયસ્કોએ કોરોનાનો પહેલો ડોઝ લગાવી લીધો છે જ્યારે 30 ટકા પાત્ર લોકોએ બંને ડોઝ લગાવી લીધા છે.

જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં કુલ 12.21 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે, મહારાષ્ટ્રમાં 9.32 કરોડ, પશ્ચિમ બંગાળમાં 6.85 કરોડ, ગુજરાતમાં 6.76 કરોડ, મધ્ય પ્રદેશમાં 6.72 કરોડ, બિહારમાં 6.35 કરોડ, કર્ણાટકમાં 6.17 કરોડ, રાજસ્થાનમાં 6.10 કરોડ અને તમિલનાડુમાં કોરોનાવાયરસની રસીના કુલ 5.39 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

તેમાં પણ કોવિશિલ્ડના સૌથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશિલ્ડના આખા ભારતમાં 88.4% એટલે કે 87.93 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કોવેક્સિનના 11.4% એટલે કે 11.4 કરોડ અને Sputnik Vના 0.1% એટલે કે 10.48 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતે લક્ષ્ય હાંસલ કર્યો

ભારતે લક્ષ્ય હાંસલ કર્યો

આ ઐતિહાસિક અવસર પર ડબલ્યૂએચઓના મહાનિદેશક ટેડ્રોસ અદનોમ ઘેબ્યેયિયસે ટ્વીટ કરી કહ્યું કે, 'હું ભારતના વડાપ્રધાન, સ્વાસ્થ્યકર્મીઓ અને ભારતના લોકોને તેની આબાદીને કોરોનાથી બચાવવા અને રસીકરણના લક્ષ્યોને પ્રાપ્ત કરવાના અવસર પર શુભેચ્છા પાઠવું છું.' ભારત સરકારે પણ આ અવસર પર સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને ધન્યવાદ આપતા જશ્ન મનાવ્યો. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી કહ્યું, 'અભિનંદન ભારત! આ દૂરદર્શી પીએમના સક્ષમ નેતૃત્વનું પરિણામ છે.'

પીએમ મોદીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી

પીએમ મોદીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી

જણાવી દઈએ કે પીએમ મોદીએ દેશવાસીઓને એક ટ્વીટના માધ્યમથી રસીકરણમાં 100 કરોડનો લક્ષ્ય હાંસલ કરવાની જાણકારી આપી હતી, જે બાદ ડબલ્યૂએચઓના પ્રમુખે આ ટ્વીટ કર્યું. જણાવી દઈએ કે ભારતમાં જાન્યુઆરીમાં કોવિડ રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી, ધીમી શરૂઆત બાદ હવે ભારતમાં દરરોજ 80 હજાર રસીના ડોઝ લગાવવામાં આવી રહ્યા છે. અને હવે ભારતે અસ્થાયી રૂપે રસીની નિકાસ પણ શરૂ કરી દીધી છે, આ વર્ષની શરૂઆતમાં દેશમાં રસીની ભારે માંગને પગલે રસીના નિકાસ પર રોક લગાવવામાં આવી હતી. ભારતમાં કોરોનાવાયરસના મામલામાં પણ ભારે ગિરાવટ જોવા મળી છે, જેને કારણે કોરોનાને લઈ લગાવવામાં આવેલા પ્રતિબંધ લગભગ હટાવી લેવામાં આવ્યા છે.

પાછલા 24 કલાકમાં 18454 મામલા સામે આવ્યા

પાછલા 24 કલાકમાં 18454 મામલા સામે આવ્યા

આ દરમિયાન ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાવાયરસના 18454 નવા મામલા સામે આવ્યા છે. નવા મામલાઓની સાથે દેશમાં કોરોનાવાયરસના કુલ મામલા 34,127,450 થઈ ગયા છે. જ્યારે ભારતમા ંકોરોનાથી થયેલ મોતની સંખ્યા 4,52,811 થઈ ગઈ છે. અત્યાર સુધી 33,495,808 લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા દેશમાં અત્યારે 1,78,831 છે.

English summary
India crossed 100 Crores Vaccination today, 88.4% Dose of Covishield given
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X