For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNSCમાં બિન-સ્થાયી સભ્યની ચૂંટણીમાં ભારતને મોટી જીત, 192માંથી 184 દેશોનું સમર્થન

UNSCમાં બિન-સ્થાયી સભ્યની ચૂંટણીમાં ભારતને મોટી જીત, 192માંથી 184 દેશોનું સમર્થન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બિન સ્થાયી સભ્યની ચૂંટણીમાં ભારતને વિરાટ જીત હાંસલ થઇ છે. ભારતે 8મી વાર UNSCમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. UNSCની આ ચૂંટણી એશિયા- પેસિફિક શ્રેણીમાં બિન સ્થયી સભ્યની હતી, જેમાં ભારત 2021-22 માટે બિનહરીફ ચૂંટાઇ આવ્યું છે. ટુનાઇટેડ નેશંસમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ જણાવ્યું કે યુનાઇટેડ નેસંશના સભ્યોએ ભારતના સિક્યરિટી કાઉંસિલના બિન સ્થાયી સભ્ય તરીકે જબરદસ્ત સમર્થન આપ્યું. ભારતને 192માંથી 184 દેશનું સમર્થન હાંસલ થયું.

unsc

જણાવી દઈએ કે યૂએનએસસીમાં પાંચ સ્થાયી અને 10 બિન સ્થાયી સભ્ય હોય છે, સ્થાયી સભ્યોમાં ચીન, ફ્રાંસ, રશિયા, યૂકે અને યૂએસ સામેલ છે અને બિન સ્થાયી સભ્યોમાંથી એક માટે ભારતને ચૂંટવામાં આવ્યું છે. ભારતે સતત 8મી વાર યૂએનએસસીમાં અસ્થાયી સભ્યની ચૂંટણી જીતી છે. ભારતની ઉમેદવારીને ચીન અને પાકિસ્તાન સહિત એશિયા- પ્રશાંત સમૂહના 55 સભ્યોએ પાછલા વર્ષે સર્વસંમતિથી સમર્થન આપ્યું હતું. દર વર્ષે યૂએનએસસીની મહાસભા બે વર્ષના કાર્યકાળ માટે પાંચ બિનસ્થાયી સભ્યોને ચૂંટે છે જેમાં ભારત આગલા કાર્યકાળ એટલે કે 2021-22 માટે અસ્થાયી સભ્યના રૂપમાં પ્રવેશ કરી ચૂક્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ અસ્થાયી સભ્યો માટે વોટિંગ કરવામાં આવ્યું, ભારતે પણ બુધવારે જનરલ સભામાં યૂએનએસસી ચૂંટણી માટે મતદાન કર્યું હતું. સુરક્ષા પરિષદના પાંચ અસ્થાયી સભ્ય માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એક પૂર્ણ બેઠક વિના મતદાન કરવામાં આવ્યું. કોરોના વાયરસના પ્રકોપને પગલે વોટિંગમાં સમય લાગ્યો, તેના પરિણામ મોડી રાતે આવ્યા. જણાવી દઇએ કે એશિયા પેસિફિકે ક્ષેત્રથી ભારતને અસ્થાયી સીટ પર જીત હાંસલ કરવા માટે 129 વોટની જરૂરત હતી પરંતુ ભારતને રેકોર્ડ 184 વોટ મળ્યા.

શું ભારત-ચીન વિવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ હસ્તક્ષેપ કરશે, સવાલ પર વ્હાઇટ હાઉસે નિવેદન આપ્યુંશું ભારત-ચીન વિવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ હસ્તક્ષેપ કરશે, સવાલ પર વ્હાઇટ હાઉસે નિવેદન આપ્યું

English summary
India elected 8th time unopposed to non-permanent seat in UN Security Council
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X