For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકન સેનેટે ભારતનો આપ્યો નાટો જેવો દરજ્જો, આ ક્ષેત્રમાં મોટો ફાયદો

અમેરિકન સેનેટે ભારતનો આપ્યો નાટો જેવો દરજ્જો, આ ક્ષેત્રમાં મોટો ફાયદો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમેરિકી સેનેટે એક વિધાયી પ્રાવધાન પર મોહર લગાવી ભારતને અમેરિકાના નાટો સહયોગિયો જેવો દરજ્જો આપી દીધો છે. હવે રક્ષા સંબંધોને લઈ અમેરિકા-ભારત સાથે પોતાના નાટો સહયોગિયો અને ઈઝરાયેલ અને સાઉથ કોરિયાની જેમ જ ડીલ કરી શકશે. સંભાવના છે કે બાકી સંસદીય પ્રક્રિયા પૂરી થયા બાદ ન્યૂ અમેરિકા કાનૂન જુલાઈ મહિનાથી જ અમલમાં આવી જશે.

લાંબા ઈંતેજાર બાદ મળ્યો દરજ્જો

લાંબા ઈંતેજાર બાદ મળ્યો દરજ્જો

ભારતને નાટો જેવા દેશોનો દરજ્જો આપતા નાણાકીય વર્ષ 2020ના નેશનલ ડિફેન્સ ઑરાઈઝેશન એક્ટને અમેરિકી સેનેટે પાછલા અઠવાડિયે જ મંજૂરી આપી દીધી હતી. હવે આ બિલમાં સંશોદનના પ્રસ્તાવને પણ મોહર લાગી ગઈ છે. સેનેટર જૉન કૉર્નિન અને માર્ક વૉર્નર તરફથી રજૂ કરવામાં આવેલ સંશોધન પ્રસ્તાવ અંતર્ગત હિંદ મહાસાગરમાં ભારત-અમેરિકા વચ્ચે માનવીય સહયોગ, આતંક વિરુદ્ધ જંગ, કાઉન્ટર પાઈરેસી અને સમુદ્રી સુરક્ષા જેવા વિષયોની વ્યવસ્થા છે. અમેરિકાના આ પગલાનો ઈંતેજાર ભારત લાંબા સમયથી કરી રહ્યું હતું.

આ મહિને જ કાનૂન લાગુ થઈ જશે

આ મહિને જ કાનૂન લાગુ થઈ જશે

આ બિલ અમેરિકી કોંગ્રેસના બંને સદન હાઉસ ઑફ રિપ્રેજેન્ટેટિવ્સ અને સીનેટે પાસ થયા બાદ કાનૂન બનશે. સંભાવના છે કે 29 જુલાઈએ સત્ર સ્થગિત થતા પહેલા જ નેશનલ ડિફેન્સ ઑથરાઈઝેશન એક્ટને નિચલા સદનની પણ મંજૂરી મળી જશે. આમ પણ અમેરિકામાં સેનેટનો દરજ્જો બહુ મહત્વનો છે, જ્યાંથી તેને લીલી ઝંડી મળી ચૂકી છે. આ બિલ પાસ થયા બાદ હિંદૂ અમેરિકી ફાઉન્ડેશને સેનેટર કૉર્નિન અને વૉર્નરનો આભાર માન્યો. હિન્દુ અમેરિકી ફાઉન્ડેશનના એમડી સમીર કાલરાએ કહ્યું કે ભારતને બિન-નાટો દેશના દરજ્જાથી ઉપર લાવવું અતિ મહત્વનું છે. આ ભારત અને અમેરિકા વચ્ચે અભૂતપૂર્વ સંબંધોની શરૂઆત છે. હિન્દુ અમેરિકા ફાઉન્ડેશન તરફથી આયોજિત એક કાર્યક્રમમાં શેરમૈને કહ્યું કે આ બહુ મહત્વપૂર્ણ છે કે અમે અમેરિકા અે ભારત વચ્ચે સંબંધોના મહત્વને સમજ્યું છે.

અત્યાધુનિક હથિયાર અને સંવેદનશીલ ટેક્નોલોજીની ખરીદી સહેલી

અત્યાધુનિક હથિયાર અને સંવેદનશીલ ટેક્નોલોજીની ખરીદી સહેલી

2016માં જ અમેરિકાએ ભારતને મોટું રક્ષા ભાગીદાર માન્યું હતું. નાટો-સહયોગિઓની જેમ દરજ્જાનો મતલબ કે ભારત તેનાથી વધુ અત્યાધુનિક હથિયરો અને સંવેદનશીલ ટેક્નિક ખરીદી શકશે. આ સુવિધાઓ અત્યાર સુધી અમેરિકા પોતાના નાયો-સહયોગિઓ અને ઈઝરાયેલ તથા સાઉથ કોરિયા જેવા સામરિક દોસ્તોને જ ઉપલબ્ધ કરાવતું હતું. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાના આ પગલાંથી બંને દેશના આંતરીક અને સામરિક સંબંધો વધુ મજબૂત થઈ ગયા છે.

સિદ્ધુએ પાકિસ્તાની ઝંડાવાળી પાઘડી પહેરી, જાણો શું છે વાયરલ તસવીરનું સત્ય? સિદ્ધુએ પાકિસ્તાની ઝંડાવાળી પાઘડી પહેરી, જાણો શું છે વાયરલ તસવીરનું સત્ય?

English summary
india got status like nato, these will be benefits for indian government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X