For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમે વિદ્યાર્થીઓ છીએ, કૃપા કરીને અમને ના મારો, જેવા વાક્યો રશિયનમાં શીખો - ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી

ભારતના વિદેશ મંત્રાલયે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના વિદેશ મંત્રાલયે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે તે વાતચીત માટે થોડીઘણી રશિયન ભાષા શીખે. જેમ કે, અમે વિદ્યાર્થીઓ છીએ, અમે લડાકુ નથી, કૃપા કરીને અમને ના મારો, અમે ભારતથી છીએ. જેવા વાક્યો શીખો. આ સાથે જ ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યુ છે કે તે ફોનમાં બિન જરુરી એપને ડિલીટ કરી દે. ફોન પર વાત ઓછી કરે. ઓછા અવાજમાં વાત કરે જેનાથી ફોનની બેટરી બચાવી શકાય.

ukraine

મનોહર પરિકર ઈન્સ્ટીટ્યુટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ તરફથી એડવાઈઝરી તૈયાર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે પણ ક્યાંક રોકાવાની જગ્યા મળે તો ઉંડા શ્વાસ અંદર-બહાર છોડો, શરીરના બધા અંગોને હલાવો જેનાથી લોહીનુ પરિભ્રમણ જળવાઈ રહે. આ ઉપરાંત આ એડવાઈઝરીમાં ખુદને કેવી રીતે બચાવી શકાય તેની પણ માહિતી આપવામાં આવી છે. ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યુ છે કે તે એક નાની કિટ રાખે જેમાં બધો જરુરી સામાન્ય હોય.

ઈમરજન્સી કીટમાં પાસપોર્ટ, આઈડી કાર્ડ, જરૂરી દવાઓ, જીવન રક્ષક દવાઓ, ટૉર્ચ, માચિસ, લાઈટર, મિણબત્તી, પૈસા, એનર્જી બાર, પાવર બેંક, પાણી, ફર્સ્ટ એડ કિટ, માથામાં બાંધવા માટે મફલર, ગ્લવ્ઝ, ગરમ જેકેટ, ગરમ મોજા, આરામદાયક જૂતા મહત્વના છે. સાથે જ નાગરિકોને કહેવામાં આવ્યુ છે કે તે જમવાનુ અને પાણી બચાવે, પેટ ભરીને જમવાનુ ટાળો, થોડુ-થોડુ જમો, રાશન બચાવીને રાખો. પાણી પીતા રહો. જો ખુલ્લામાં મોકો મળે તો બરફ ઓગાળીને તેનાથી પાણી બનાવો.

એટલુ જ નહિ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે જો તમારો સામનો ચેક પોસ્ટ પર સૈનિક સાથે થાય તો તેની સાથે સહયોગ કરો, પોતાના હાથ ઉઠાવો, હથેળી ખુલ્લી સામે રાખો અને શાંત રહો. પોતાની ઓળખ સંબંધિત જરુરી માહિતી આપો. એડવાઈઝરીમાં નાગરિકોને હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી છે.

English summary
India issues advisory to citizens in Ukraine to learn basic russian language.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X