ભારતના આર્થિક વિકાસમાં નેધરલેન્ડનો ફાળો: PM મોદી

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વિદેશ યાત્રાના છેલ્લા ચરણમાં મંગળવારે નેધરલેન્ડ્સ પહોંચ્યા હતા. અહીં કેટશુટમાં ડચ વડાપ્રધાન માર્ક રૂટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. બંન્ને નેતાઓએ પોતાના મીડિયા નિવેદનો પણ જાહેર કર્યાં હતા. ડચ વડાપ્રધાને કહ્યું કે, ભારત હવે એક વૈશ્વિક આર્થિક શક્તિ છે, વર્ષ 1947થી જ ભારત અને નેધરલેન્ડ્સના સંબંધો સારા રહ્યાં છે અને પાછલા દિવસોમાં વધુ મજબૂત થયા છે. તો બીજી બાજુ પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં રોકાણ અંગે નેધરલેન્ડ્સ ખૂબ સહયોગી દેશ રહ્યો છે.

pm modi netherlands

પીએમ મોદીએ ધ હેગમાં ડચ વડાપ્રધાન માર્ક રુટ સાથે અધિકૃત બેઠક કરી હતી અને ત્યાર બાદ મીડિયા નિવેદન જાહેર કર્યું હતું. સાથે જ નરેન્દ્ર મોદીએ પોતાના ભાવભીના સ્વાગત બદલ ડચ પીએમનો આભાર માન્યો હતો. તેમણે નેધરલેન્ડ્સને ભારતને સહયોગ કરતો દેશ કહ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, 'નેધરલેન્ડ્સની મદદથી જ ભારતને મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રિઝાઇમની સભ્યતા મળી શકી છે. ભારતમાં સૌથી વધુ રોકાણ કરનાર દેશોમાં નેધરલેન્ડ્સ પાંચમા નંબરે છે. નેધરલેન્ડસની ઘણી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે. છેલ્લા ત્રણ વર્ષોમાં નેધરલેન્ડ્સના રોકાણકારોએ ભારતમાં ત્રીજું સૌથી મોટું રોકાણ કર્યું છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.'

પીએમ મોદીએ નેધરલેન્ડ્સને ભારતનો પારંપરિક સહોયગી દેશ ગણાવ્યો હતો. પત્રકાર પરિષદમાં ડચ પીએમ માર્ક રૂટે ભારતને વૈશ્વિક આર્થિક શક્તિ ગણાવતાં કહ્યું કે, તેઓ ભારતના સહયોગ માટે ઉત્સુક છે. પીએમ મોદી જ્યારે નેધરલેન્ડ્સ પહોંચ્યા તો ત્યાં તેમને જોવા માટે નેધરલેન્ડ્સના ભારતીયોની ભીડ જામી હતી, પીએમ મોદીએ આ સૌનું અભિવાદન સ્વીકારતાં તેમની સાથે મુલાકાત કરી હતી. 

English summary
India Netherlands are good associates, says PM Modi.
Please Wait while comments are loading...