For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WHOના વૈજ્ઞાનિકે કહ્યુ - 'ભારતમાં સ્થિતિ ખરાબ, કોરોનાના સાચા આંકડા બતાવે સરકાર'

ભારતની બગડતી સ્થિતિ પર વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચિંતા વ્યક્ત કરી છે.જાણો શું કહ્યુ.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ ભારતમાં કોરોનાની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. ભારતની બગડતી સ્થિતિ પર વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચિંતા વ્યક્ત કરી છે અને સાથે જ કહ્યુ છે કે ભારત સરકારે કોરોનાના સાચા આંકડા બતાવવા જોઈએ. ANIને આપેલા ઈન્ટરવ્યુમાં સ્વામીનાથને કહ્યુ કે ભારતની જે સ્થિતિ છે તેને જોતા ઈન્સ્ટીટ્યુટ ફૉર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવૉલ્યુશન(આઈએચએમઈ)એ ઓગસ્ટ 2021 સુધી 10 લાખ લોકોના મોતનુ અનુમાન લગાવ્યુ છે કે જે ચિંતા કરાવનારુ છે.

નવો વેરીઅન્ટ ખૂબ ઘાતકઃ સૌમ્યા સ્વામીનાથન

નવો વેરીઅન્ટ ખૂબ ઘાતકઃ સૌમ્યા સ્વામીનાથન

સ્વામીનાથને કહ્યુ કે ભારત અને દક્ષિણ એશિયાના બીજા દેશોમાં કોરોનાની બીજી લહેરે કહેર વરસાવ્યો છે પરંતુ આ બધા દેશોએ કોરોનાના સાચા આંકડા રજૂ નથી કર્યા કે જે યોગ્ય નથી. આ બધાએ કેસના સાચા આંકડા લોકો સામે રજૂ કરવા જોઈએ જેનાથી સાચી આકારણી અને સંશોધન થઈ શકે. સાથે જ સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતમાં હાલમાં જે કોરોનાનો જબરદસ્ત વિસ્ફોટ થયો છે તેનુ કારણ નવો વેરીઅન્ટ છે. નવો વેરીઅન્ટ પહેલાથી વધુ ફેલાતો અને જાનલેવા છે અને આના કારણે સ્થિતિ ખૂબ બગડી છે. તેમણે કહ્યુ કે આ ઘાતક વેરિઅન્ટથી બચવાની એક જ રીત છે અને તે છે વેક્સીનેશન. તેમણે કહ્યુ કે રસીકરણ અભિયાનથી જ આ કોરોના કહેર પર લગામ લગાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ડબ્લ્યુએચઓએ કોરોનાના ભારતીય સ્વરૂપ(બી-1617)ને વૈશ્વિક સ્તરે 'ચિંતાજનક સ્વરૂપ'ની શ્રેણીમાં રાખ્યુ છે.

કોરોનાનુ ભારતીય સ્વરૂપ(બી-1617) ઘણુ ઘાતક

કોરોનાનુ ભારતીય સ્વરૂપ(બી-1617) ઘણુ ઘાતક

ઉલ્લેખનીય છે કે સ્વામીનાથન પહેલા ડબ્લ્યુએચઓની ટેકનિકલ દળના સભ્ય ડૉ. મારિયા વેન કેરખોવે પણ સોમવારે કહ્યુ હતુ કે ભારતમાં સામે આવેલ વાયરસનુ સ્વરૂપ બી-1617 ઘણુ ઘાતક છે જેને અમે 'ચિંતાજનક સ્વરૂપ'ની અંદર રાખ્યુ છે અને આના પર સંશોધન કરી રહ્યા છે. આના પર વૈશ્વિક સ્તર પર પણ ચર્ચા થવી જોઈએ. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. સેકન્ડ વેવથી સાબિત થયુ છે કે SARS-CoV-2નો પ્રત્યેક નવો સ્ટ્રેન ગયા સ્ટ્રેનની સરખામણીમાં વધુ ઘાતક છે કારણકે આનાથી ગ્રસિત થયેલ દર્દીને ખબર જ નથી હોતી કે તે સંક્રમિત થઈ ગયો છે અને આના લીધે દર્દીનો આખો પરિવાર સંક્રમણની ચપેટમાં આવી રહ્યો છે.

અમેરિકામાં હવે 12-15 વર્ષના બાળકોને પણ મૂકાશે કોરોના વેક્સીનઅમેરિકામાં હવે 12-15 વર્ષના બાળકોને પણ મૂકાશે કોરોના વેક્સીન

દેશમાં કોરોનાનો કહેર યથાવત, ડરાવી રહ્યા છે આંકડા

દેશમાં કોરોનાનો કહેર યથાવત, ડરાવી રહ્યા છે આંકડા

તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરનો પ્રકોપ ચાલુ જ છે. સોમવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,66,161 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 3754 લોકોના મોત થયા છે. જ્યારે 3,53,818 લોકો કોરોનાથી રિકવર પણ થયા છે. લેટેસ્ટ સ્થિતિ બાદ કોરોનાથી અત્યાર સુધી દેશમાં 2,46,116 લોકોના મોત થઈ ગયા છે અને દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,26,62,575 પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધી 17,01,76,603 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે.

English summary
India's covid-19 figures are worrying, report actual numbers says WHO chief scientist Saumya Swaminathan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X